કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબીઃ મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ

Text To Speech
  • સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા અરજદાર વેબસાઈટ પર અરજી કરી શકશે

મોરબી, 19 જાન્યુઆરી, 2024: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકઅનુ.જાતિ કલ્યાણગાંધીનગરની કચેરી મારફત અમલી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુના પ્રસંગે મૃતકના પાર્થિવદેહની અંત્યેષ્ટિ માટે/મરણોત્તર ક્રિયા માટે અર્થાત કફનકાઠિના ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છેજેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/‌- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૮,૦૦,૦૦૦/- રાખવામાં આવેલી છેઆ યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in (આ વેબસાઈટ અંગ્રેજીમાં ખૂલે તો ઉપર ટોચમાં જમણી તરફ ભાષા બદલવાનો વિકલ્પ આપવામાં આવેલો છે)પર (મરણનું પ્રમાણપત્ર (જાતિનું પ્રમાણપત્ર (આવકનો દાખલો (અરજદારનું આધારકાર્ડ (બેંક પાસબુકની નકલ સહિતના આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે, તેમ નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણ, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી-ર૦ર૪ઃ નડિયાદ અને મોરબીમાં EVM/VVPat અંગે જાગૃતિ અભિયાનનો પ્રારંભ

Back to top button