કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપ ઝાલા સસ્પેન્ડ

Text To Speech

ગુજરાત મોરબી ગોઝારી દુર્ઘટનાને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને પગલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરાઇ છે. જેમાં જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવ્યા બાદ હવે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

 મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ 

મચ્છુ નદી પર બનેલી આ ઘટનામાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બાદ સંદિપસિંહ ઝાલાની પુછપરછ કરવામાં આવી હતી. તેમજ અનેક પ્રશ્ને ઘેરવામાં આવ્યા હતા. જે બાદને મોરબીમાં બનેલી દુર્ઘટના પગલે રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પણ વાંચો;મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રાજકોટના પૂર્વ સાંસદે ફટકારી લીગલ નોટીસ, જાણો કેમ ?

5 દિવસ સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન

30 ઓક્ટોબર રવિવારની સાંજે મોરબી મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડતા દુર્ઘટના સર્જાય હતી. જે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થયાં છે. તેમજ કેટલાક લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જે દુર્ઘટના બાદ ઘણા લોકોના બચાવાની કામગીરી કરવામાં આવ્યા હતા. તેમજ દુર્ઘટના બાદ સતત પાંચ દિવસ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યુ હતુ. તેમજ ડૂબી ગયેલા લોકોને શોધવા માટે આર્મી, એનડીઆરએફ (NDRF), એર ફોર્સ (Air Force), એસડીઆરએફ (SDRF) સહિતની ટીમોની મદદ લેવામાં આવી હતી.

 

Back to top button