કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી : ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં 40થી વધુના મોત, સીએમ અને ગૃહમંત્રી ઘટનાસ્થળે જવા રવાના

Text To Speech

મોરબીમાં સમી સાંજે બનેલી ઝૂલતો પુલ તુટવાની ઘટનામાં 40થી વધુ લોકોના મોતની સત્તાવાર માહિતી  વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે આ ઘટના અંગે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બનાવની તાજી માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થયા છે.

ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા

મોરબી ઝૂલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યા છે. જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી કરવામાં છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે તેવું હાલ જાણવા મળ્યું છે.

NDRF અને SDRF ની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવા આદેશ

આ અંગે મળેલી વધુ માહિતી મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલીક અસરથી રેસ્ક્યુ કરવાની સૂચના આપવામાં આવી હોય તેમજ જરૂર પડ્યે NDRF અને SDRF ની ટીમને મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે.

Back to top button