કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

મોરબી હોસ્પિટલમાં દર્દીઓ અને મૃતદેહો માટે જગ્યા ખૂટી ગઈ, જુઓ હૃદય કંપાવનારો વિડીયો

Text To Speech

રવિવારની સાંજે મોરબીમાં ઐતહાસિક ઝુલતો કેબલ બ્રિજ તૂટી પડવાના કારણે સમગ્ર પ્રદેશમાં શોકનો માહોલ ફેલાયો છે. જેમાં હાલની માહિતી પ્રમાણે 141 જેટલાં લોકોના મોત થયો હોવાની માહિતી મળી રહી છે. જેમાં હજી પણ ઘણાં લોકો ગુમ થયા હોવાની વાત સામે આવીરહી છે. આ સમયે મોરબી સિવિલમાં હૃદય કંપાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે.

morbi honarat
morbi honarat

બ્રિજ તૂટ્યા બાદ જો મોરબી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો બેડ પર મૃતદેહો વધુ અને દર્દીઓ ઓછા તેવી સ્થિતિ જોવા મળી છે. એક-એક બેડ પર મૃતદેહો જોઈને સૌ કોઈનું કાળજું કંપી ઉઠે તેવી સ્થિતિ હોસ્પિટલમાં જોવા મળી છે. એટલું જ નહીં ICU થી લઈ તમામ વોર્ડમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : મોરબીના ઝુલતા બ્રિજની પરવાનગી આપી કોણે, પુલ તુટવાનુ ચોંકાવનારું કારણ સામે આવ્યું

આ ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડતાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે બનાવવામાં આવેલા વોર્ડમાં આ મૃતદેહોને રાખવા પડ્યા હતા. પોતાના સ્વજનોની બાજુમાં બેસીના પરિવારજનો વલોપાત કરી રહ્યા છે. પરિવારજનો પોતાના સ્વજન માટે સરકાર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા મામલે 5 સભ્યોની SITની રચના તો કરી દેવામાં આવી છે, તેમજ ગૃહરાજ્યમંત્રીએ પણ મોરબીમાં હાજર છે અને તેમને સતત ઘટના પર નજર બનાવી રાખવા માટે મોરબી મચ્છુ નદીના કિનારે જ બેઠા છે. મુખ્યમંત્રી દ્વારા પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને રાહત બચાવનું કામ જલ્દીથી પૂર્ણ થાય તેવી સ્થિતિમાં દોડ લગાવી છે.

આ પણ વાંચો : મોરબી : ઐતિહાસિક પુલ ફરી એકવાર પાણીમાં, જાણો શું છે ઝૂલતાં પુલનો ઇતિહાસ

Back to top button