કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

મોરબીઃ ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ભરતી કરાશે

Text To Speech
  • મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાની યોગ્ય લાયકાત અનુસાર ભરતી કરવામાં આવશે.

મોરબીઃ   મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં કુલ- ૩૩૮ માનદ સભ્યોની ખાલી રહેલ જગ્યાની ભરતી માટે કરવામાં આવશે જે માટે ધો. ૩ પાસ કે તેથી વધુ તેમજ ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ ખાલી જગ્યામાં માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૧૩, GRD મહિલા ૩૯, SRD ૨૧, હલવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૨૮, GRD મહિલા ૩૮, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૨૫, GRD મહિલા ૫૮, મોરબી તાલુકા GRD પુરૂષ ૩૦, GRD મહિલા ૩૮, SRD ૦૭, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૧૯, GRD મહિલા ૨૨ ની ભરતી કરવામાં આવશે.

મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા(મીં), ટંકારા, હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર.ડી. શાખા, રૂમ નં.૧૫, પોલીસ અધિક્ષકની કચેરી, નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨, ખાતેથી તા.૧૮/૧૦/૨૦૨૩ થી તા.૩૦/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે.

તા.૩૧/૧૦/૨૦૨૩ના સાંજના ૦૬:૧૦ કલાક સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે. ભરતી પ્રક્રીયાની વિગતવારની માહિતી “Morbi Police” ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂ મેળવવાના રહેશે.

આ પણ વાંચો: ખેડા જિલ્લામાં કૂપોષણ મુક્તિ માટે પાયલોટ યોજના શરૂ

Back to top button