કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

મોરબી : ઐતિહાસિક પુલ ફરી એકવાર પાણીમાં, જાણો શું છે ઝૂલતાં પુલનો ઇતિહાસ

Text To Speech

મોરબીમાં આજે રવિવારે સમી સાંજે એક દુર્ઘટના સર્જાય છે. જેમાં મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલ રજવાડા વખતના ઝૂલતા પુલના તૂટવાના સમાચાર સામે આવ્યા છે અને તેમાં સેંકડો લોકો નદીમાં ખાબકયા છે. બનાવની જાણ થતાં વહીવટી તંત્ર દોડતું થયું છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘણાં વર્ષોથી આ પુલ જાહેર જનતા માટે બંધ હતો પરંતુ તાજેતરમાં જ નવા વર્ષે તેનું રીનોવેશન કર્યા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તો આજના સમાચારની વાત થઈ પરંતુ આ પુલનો ઇતિહાસ શું છે તેના ઉપર પણ એક નજર કરવી જરૂરી છે.

19 મી સદીમાં રાજા સર વાઘજી ઠાકોરે બનાવ્યો હતો પુલ

મોરબીના ઝૂલતા પુલના ઈતિહાસ ઉપર એક નજર કરવામાં આવે તો મોરબીની મચ્છુ નદી પર ઝૂલતો પુલ રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા 19 મી સદીમાં એટલે કે, વર્ષ 1887 માં બનાવાયો હતો. જેનો ઉપયોગ તે સમયે રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. વર્ષમાં મોટાભાગના દિવસો સુધી આ પુલ બંધ જ રહેતો હતો. લાકડા અને વાયરના આધારે 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો બનાવાયો છે.

ઝૂલતો પુલ યુરોપિયન શૈલીનું સ્થાપત્ય

આ અંગે મળેલી વધુ માહિતી અનુસાર ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે. ઈ. સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.

Back to top button