મોરબી : બાળસંભાળ ગૃહોમાં 7 થી 18 વર્ષની દીકરીઓ માટે વિના મુલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ
મોરબી , 14 ડિસેમ્બર: મોરબી જિલ્લામાં 7 થી 18 વર્ષની દીકરીઓને બેટી બચાઓ, બેટી પઢાઓના અભિયાન અંતર્ગત જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળસંભાળ ગૃહોમાં વિના મુલ્યે પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાના વિવિધ બાળસંભાળ ગૃહોમાં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રવેશ પ્રકિયા માટે મોરબી જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય મોરબી ખાતે અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ ખાતે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015 ની કલમ -50 હેઠળ રજીસ્ટ્રેશન થયેલ સ્વૈચ્છિક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓ માં પ્રવેશ આપવામાં આવશે.
તમામ સગવડો વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે
07 થી 18 વર્ષની ઉંમર સુધીની કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળી દિકરીઓ જેમાં અનાથ, નિરાધાર, આશ્રય રહિત, એકલવાળી, માતા-પિતાની ગંભીર માંદગીનાના કારણે દિકરીઓની સંભાળ લેવા સક્ષમ ન હોય તેવા માતા-પિતાની દિકરીઓ અને કુદરતી કે કૃત્રિમ આપત્તિઓનો ભોગ બનેલ, શેરી/સ્લમ વિસ્તાર(ઝુંપડપટ્ટી) વગેરેમાં રહેતી દિકરીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ આપવામાં આવેલ દિકરીઓને આશ્રય, ખોરાક, આરોગ્ય, શિક્ષણ અને જરૂરી તમામ સગવડો વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે.
અંતિમ નિર્ણય જિલ્લા બાળ કલ્યાણ સમિતિ લેવામાં આવશે
બાળસંભાળ સંસ્થાઓમાં પ્રવેશ માટેનો અંતિમ નિર્ણય જિલ્લા બાળ કલ્યાણ સમિતિ-મોરબી દ્વારા જ લેવામાં આવશે તથા મોરબી જિલ્લાની દિકરીઓને પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે. અહિં પ્રવેશ માટે ડૉ.વિપુલ શેરસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ -મોરબી, મો.નં. 9427512836 ,સુરક્ષા અધિકારી મો.નં. 7096802711 અથવા 9586405453 ,અધિક્ષક , ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય-મોરબી, મો.નં. 9879498787,અધિક્ષક, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન-હળવદ, મો.નં. 9824994891નો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો : આણંદમાં બાળ કલ્યાણની સંસ્થાઓ માટે જુવેનાઇલ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન ફરજિયાત