કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબીઃ સફાઈ કામદારો માટે આવાસ યોજના હેઠળ આર્થિક સહાય

Text To Speech
  • મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મળશે રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય
  • અરજદારો https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકાશે

મોરબી, 11 ડિસેમ્બરઃ રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે, જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેમને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્યમાં ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રૂ.૧,૨૦,૦૦૦/- ની નાણાંકીય સહાય મળવાપાત્ર છે, જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. ઉપરાંત પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી દસ્તાવેજી કાગળો અરજદારોએ માત્ર ઑનલાઈન સબમિટ કરવાના રહેશે.

વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજરગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરી જિલ્લા સેવા સદન નં.૪૬/૪૭સો ઓરડીમોરબી ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ ઉપર  સંપર્ક કરી શકાશે, તેમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી જિલ્લા મેનેજરશ્રી ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ બાળાઓ માટે લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજનાનો જૂનાગઢથી આરંભ

Back to top button