કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદિવાળીબિઝનેસ

મોરબીઃ ફટાકડા સ્ટોલ માટે વેપારીઓ ક્યાં સુધીમાં અરજી કરી શકશે?

મોરબી: દિવાળીનો તહેવાર આવતાની સાથે જ નાના વેપારીઓ પોતાના દુકાન આગળ હંગામી ફટાકડાના સ્ટોલ નાખીને ફટાકડાનું વેચાણ કરતા હોય છે. સ્ટોલ લગાવવા માગતા વેપારીઓએ સરકારની મંજૂરી લેવાની રહેતી હોય છે. ત્યારે મોરબીના વાંકાનેર સીટી/ વાંકાનેર તાલુકાના વેપારીઓ માટે હંગામી ફટાક્ડાના સ્ટોલ લેવા માટે 31મી ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી છે. 31મી ઓક્ટોબર સુધી કોઈ પણ વેપારી હંગામી ફટાકડાના સ્ટોલ માટે અરજી કરી શકે છે.

હંગામી ફટાકડાના સ્ટોલ માટે વેપારીઓએ શું કરવાનું રહેશે ?

વાંકાનેર સીટી/વાંકાનેર તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.૩૧-૧૦-૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી જરૂરી વિગતો ભરી વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી એ ૩(ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે.

અરજી ફોર્મમાં શું જરુરી ?

  1. આ ફોર્મમાં રૂ. ૭00 નું સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં લાયસન્સ ફી પેટે જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવું.
  2. સુચિત સ્થળનો એપ્રુવ્ડ નકશો જેમાં જે-તે સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પ્રદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે.
  3. પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૨ (બે) ફોટા તથા આઈ.ડી. પ્રુફ. જેમ કે આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ/રેશનકાર્ડની નકલ.
  4. માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા/અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ માલિક દ્વારા જે-તે જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતુ એફિડેવિટ રૂ. ૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપ.
  5. નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ “ના વાંધા પ્રમાણપત્ર” (NOC).
  6. ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર.
  7. સ્થાનિક સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
  8. ગત વર્ષ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ સાથે જોડવાની રહેશે.

આ તમામ કાગળો સાથે નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી જરૂરી વિગતો ભરી, તારીખ 31-10-2023 સુધીમાં વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી એ ૩(ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે. તા. ૩૧-૧૦-૨૦૨૩ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: દિવાળીની તારીખને લઇને મુંઝવણમાં છો? અહીં જાણો લક્ષ્મીપૂજનના મુહૂર્ત

Back to top button