

30 ઓક્ટોબરના રોજ માત્ર ગુજરાત સહિત ભારત અને વિશ્વને હમચાવી નાખનાર મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આજે બપોરે સરેન્ડર કરી દીધું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહ્યું છે.
આ પણ વાંચો : ‘આસુમલ’માંથી ‘આસારામ’ બનવાની આખી સ્ટોરી, ચાવાળાથી લઈને બાબા સુધીની સફર, દારૂ વેચીને ગુના પણ કર્યા
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સૌથી મોટા કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદ ફરાર હતા. મોરબી પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલે અંતે આજે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. કોર્ટમાં જયસુખ પટેલના સરેન્ડર બાદ હવે આરોપીનો હવાલો પોલીસને સોંપવામાં આવશે. ત્યારે મોરબી પોલીસ ગમે ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલની ધરપકડ કરીને રિમાન્ડ માંગી શકે છે.
પોલીસની ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ
જયસુખ પટેલે આ પહેલા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા જ પોતે કોર્ટ સમક્ષ હાજર થઈ ગયો છે. મોરબી દુર્ઘટના બાદથી જ જયસુખ પટેલ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જે બાદ હાલમાં જ પોલીસે તેની સામે વોરંટ ઈસ્યૂ કર્યું હતું. જ્યારે કોર્ટમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં પણ આ આરોપી તરીકે નામ ઉમેર્યું હતું.