મોરબી બ્રિજ હોનારત : વળતરની માંગ સાથે પીડિતો હાઈકોર્ટના શરણે
મોરબી બ્રિજ હોનારતમાં ભોગ બનેલ પીડિતો હાઇકોર્ટ પહોંચ્યા છે, સરકાર સામે પીડિતોએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને યોગ્ય વળતર મળ્યું નથી અને આ રજૂઆતને લઈને પીડિતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના અંગે SITના રિપોર્ટમાં આ 5 મોટા ખુલાસા
પીડિતો દ્વારા સરકારે આપેલ વળતર પર રોષ વ્યક્ત કરતાં ગુજરાત હાઇકોર્ટમાં મૃતક પરિવાર દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું છે જેમાં પીડિતોએ જણાવ્યું છે કે વર્ષ 1990 માં દિલ્લી અગ્નિકન્ડમાં કરોડોનું વળતર આપવામાં આવ્યું હતું જ્યારે અહી ગુજરાત સરકાર અમને 10 લાખ આપી ચૂપ થઈ ગઈ છે, જો તે સમયે કરોડોનું વળતર આપવામાં આવ્યું હોય તો હાલ અમને માત્ર 10 લાખ જ કેમ! મોરબી બ્રિજ હોનારત મામલે હાઇકોર્ટે સુઓમોટો સુનવણી પણ લીધી છે. વધુમાં પીડિતો દ્વારા કોર્ટમાં જણાવાયું હતું કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં પૂરે પૂરી સહાય મળી હતી. ત્યારે હવે મોરબી બ્રિજ હોનારતના પીડિતો દ્વારા હાઇકોર્ટમાં વળતર મુદ્દે એફિડેવિટ કરવામાં આવ્યું છે અને યોગ્ય વળતરની માંગ પણ કરવામાં આવી છે. મોરબી બ્રિજ હોનારત મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી થવાની છે જેમાં SIT અને નગરપાલિકા કોર્ટમાં પોતાના જવાબ આપશે.