કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતયુટિલીટી

મોરબીઃ ડૉ. આંબેડકર ધિરાણ યોજના હેઠળ 12 અંત્યોદય જાતિઓ પાસેથી અરજીઓ મગાવાઈ

Text To Speech
  • પાત્રતા ધરાવતા વ્યક્તિઓ ૨૩ માર્ચ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે

મોરબી, 5 માર્ચઃ  ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના અનુસૂચિત જાતિ પૈકી ૧૨ અંત્યોદય જાતિઓ હાડીનાડિયાસેનવા – સેનમા – શેનવા – ચેનવા – રાવતતુરીગરો – ગરોડા – ગુરૂબ્રામણ – ગરવાવણકર સાધુ, અનુજાતિના બાવાથોરીતીરગર – તીરબંધતુરી બારોટમાતંગવાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) (અતિ પછાત) વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી નિગમ દ્વારા (૧) નાના ધંધા/વ્યવસાય ધિરાણ(૨) પશુપાલન, (૩) પેસેન્જર વાહન/માલવાહક વાન અને (૪) મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ઑનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ તા. ૨૩/૦૩/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://sje.gujarat.gov.in/gapb પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઑનલાઈન અરજી કરી શકશે. અરજી મંજૂર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી આધાર – પુરાવા સહિત જિલ્લા મેનેજરડૉ. અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક)કચેરી નં. ૪૬/૪૭જિલ્લા સેવા સદનશોભેશ્વર રોડમોરબી ખાતે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જિલ્લા મનેજરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં સિંહ સાથે સેલ્ફી લેવી ભારે પડી, વીડિયો વાયરલ થતાં બે અમદાવાદી જેલ ભેગા

Back to top button