મોરબી : ITIમાં સિરામિક ઉદ્યોગને લગતા કોર્સની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ થશે
મોરબી, 03 નવેમ્બર : સિરામિક ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.)-મોરબી ખાતે ક્લ્સ્ટર બેઝ્ડ લોક્લ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત ધોરણ-૦૫ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત જેવા કે (૧) લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપરેશન (૨) લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રીપરેશન (3) ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક) તથા (૪) એક્સપોર્ટ આસિસ્ટન્ટ શોર્ટ ટર્મ ( ટુંકાગાળાના ) કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ કોર્સમાં તાલીમ મેળવી ટૂંકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક સર્જાઈ શકે છે. આ કોર્સમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થય ગઈ છે. જે તે ઉમેદવારે ઉપરોકત કોર્સમાં તાલીમ મેળવવા માગતો હોય તેમને કોઈ ટ્યુશન ફી વગર નિઃશુલ્ક રીતે આ કોર્ષ કરાવવામાં આવશે. તેમજ કોર્ષના સમયગાળા મુજબ હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવવવા માટે રજીસ્ટ્રેશન કરવા આથવા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ- મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો જરૂરી.
રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ :
(૧) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(૨) છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ
(૩) જાતિનું પ્રમાણપત્ર
(૪) બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ
(૫) આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ સહિત જરૂરી પ્રમાણપત્રો સાથે લાવવા
તેમજ, વધુ માહિતી માટે આ નંબર: ૯૭૧૨૧૫૭૪૧૭, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા આચાર્ય મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભાવનગર રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો 04 નવેમ્બર સુધી પ્રભાવિત રહેશે