ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

Text To Speech
  • જોહનિસબર્ગ ખાતે આગની ઘટના
  • માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગત બે દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે માર્શલ ટાઉન વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ભયાનક આગ લાગી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ આપી છે.

 

મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
પ્રાપ્ત વિગતો અનુસાર,હાલ પૂજ્ય મોરારીબાપુની રામકથા નેપાળ કાઠમાંડુ ખાતે ચાલી રહેલ છે અને તે દરમ્યાન આ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે 10,95,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ સ્થાનિક ચલણમાં સાઉથ આફ્રિકા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

ઘટનામાં 73 લોકોનાં કરુણ મોત
મહત્વનું છે કે,જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં 73 લોકોનાં કરુણ મોત નિપજયા છે.ભારતીય સમય અનુસાર સવારે લગભગ 5 વાગ્યે આગ લાગી હતી, આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આગના કારણે જોહાનિસબર્ગમાં ઈમારતો કાળી પડી ગઈ છે.

આ પણ વાંચો : અરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

Back to top button