અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબાર મામલે મૃત બાળકો માટે કથાકાર મોરારી બાપુએ સહાય કરી છે. મોરારી બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી. મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય મોકલવામાં આવી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબારમાં 19 બાળક અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતાં. આ હુમલાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ આ ઘટનાને હત્યાકાંડ ગણાવ્યો હતો.
રાષ્ટ્રપતિ જો બાયડને સંબોધનમાં કહ્યું હતું કે, હું આ બધું જોઈને થાકી ગયો છું. હું તમામ માતા–પિતા અને લોકોને અપીલ કરવા માંગુ છું કે આ સમય કંઈક કરવાનો છે. અમે તેને ભૂલી શકતા નથી. આ માટે આપણે થોડું વધારે કરવું પડશે. આ દર્દને એક્શનમાં ફેરવવાનો સમય છે. આ પ્રસંગે જો બાયડને કહ્યું કે બંદૂકનું બજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એક રાષ્ટ્ર તરીકે આપણે ભગવાનના નામે પૂછવું પડશે કે આપણે બંદૂકની લોબી સામે ક્યારે ઊભા રહીશું અને આપણે શું કરવાની જરૂર છે? અને આપણે શું કરવાની જરૂર છે? માતાપિતા તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં.