ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે, વૈજ્ઞાનિકોની ડરામણી ચેતવણી
નવી દિલ્હી, 02 ઓગષ્ટ : ચંદ્ર સદીઓથી પૃથ્વીની ઉપર અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. વર્ષોથી આપણે વાર્તાઓ કે ફિલ્મોમાં ચંદા મામાની અનેક વાતો સાંભળતા આવ્યા છીએ, ચંદ્ર એ આપણી ધરતીનો ઉપગ્રહ જ નથી, પરંતુ તેની સાથે આપણી સાથે ભાવનાત્મક સંબંધ પણ છે. વૈજ્ઞાનિકોએ હવે ચંદ્રને લઈને ડરામણી ચેતવણી જારી કરી છે. એક સંશોધન મુજબ ચંદ્ર સતત આપણી પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. ભવિષ્યમાં ઘણી આડઅસરો જોવા મળી શકે છે. આનાથી આવનાર સમય બદલાશે. વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી 3.8 સેમી દૂર ખસી રહ્યો છે.
યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનની એક ટીમે 90 મિલિયન વર્ષ જૂના ચંદ્રને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે. સંશોધન દર્શાવે છે કે ચંદ્ર દર વર્ષે લગભગ 3.8 સેન્ટિમીટરના દરે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે અને આની આપણા ગ્રહ પૃથ્વી પર ઘણી અસર થઈ રહી છે. પરિણામ એ આવશે કે 200 મિલિયન વર્ષોમાં પૃથ્વી પરનો દિવસ 25 કલાકનો થશે. અભ્યાસ દર્શાવે છે કે 1.4 અબજ વર્ષ પહેલાં, પૃથ્વી પર એક દિવસ 18 કલાકનો હતો. પરંતુ જેમ જેમ ચંદ્ર પૃથ્વીથી દૂર જતો રહે છે, તેમ તેમ દિવસની લંબાઈ સતત વધી રહી છે.
આ ઘટનાનું મુખ્ય કારણ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ સાથે સંબંધિત છે. યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું હતું કે, “જેમ જેમ ચંદ્ર દૂર જાય છે તેમ, પૃથ્વી એક સ્પિનિંગ સ્કેટર જેવી બની જાય છે જેની ગતિ ધીમી પડી રહી છે.”
નોંધનીય છે કે પૃથ્વીથી દૂર જતા ચંદ્રનું સંશોધન કોઈ નવી શોધ નથી. વૈજ્ઞાનિકો દાયકાઓથી આવા દાવા કરી રહ્યા છે. પરંતુ, ઉલ્કાઓ અને ચંદ્રનો અભ્યાસ કર્યા પછી, વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીએ પુરાવાના આધારે પુષ્ટિ કરી છે કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. ચંદ્ર અને પૃથ્વી પર સમયની પોતાની ગતિ છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આ સિવાય ચંદ્ર પર દિવસ દરમિયાન તાપમાન ખૂબ જ ઉંચુ રહે છે અને રાત્રે ઠંડી પણ એટલી જ પડે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સહિત અંધારાવાળી જગ્યાએ, તાપમાન રાત્રે -200 ડિગ્રી સુધી જાય છે. જ્યારે દિવસ દરમિયાન તાપમાન 100 ડિગ્રીથી ઉપર રહે છે.
આ પણ વાંચો : આજીવનભર જેલમાં સડવું પડશે ! યોગી સરકાર લવ જેહાદ પર વધુ કડક, યુપીનો કાયદો અન્ય રાજ્યોથી કેટલો અલગ છે?