મૂડીઝ ઇન્ડસઇન્ડ બેન્કનું ક્રેડિટ એસેસમેન્ટ ડાઉનગ્રેડ કરવા સમીક્ષા કરશે


મુંબઇ, 18 માર્ચઃ ઇન્ડસઇન્ડ બેન્ક દ્વારા ડેરિવેટિવ્ઝ એકાઉન્ટ્સમાં વિસંગતિઓ મળી આવતા ‘અપૂરતા ઇન્ટરનેટ કટ્રોલ્સ’ બાબતે ડાઉનગ્રેડ કરવા માટે ઇન્ડસઇન્સ બેન્કને બેઝલાઇન ક્રેડિટ એસેસમેન્ટ (બીસીએ) સમીક્ષા હેઠળ મુકી હોવાનું મૂડીઝે જણાવ્યુ હતું.
ડેરિવેટિવ્ઝ સોદાઓની અસર સાથે રિટેલ અનસિક્યોર્ડ લોન્સમાં હાલમાં વધી રહેલા તણાવ બેન્કની નફાકારકતાને, મૂડી અને ભંડોળને અસર કરે તેવી સંભાવના છે ત્યારે તેનાથી બીસીએ ડાઉનગ્રેડ થવાની શક્યતા રહેલી છે એમ મૂડીઝે જણાવ્યું હતું.
નોંધનીય છે કે બેઝલાઇન ક્રેડિટ એસેસમેન્ટ એ કોઇ પણ સંબધિત કંપની કે સરકાર પાસેથી કોઇ પણ મદદ મળશે નહી તેના આધારે કંપનીની નાણાંકીય તંદુરસ્તીને આધારિત હોય છે. મુંબઇ સ્થિત આ ધિરાણકર્તાએ ચાલુ મહિનાના પ્રારંભમાં જાહેર કર્યુ હતુ કે તેને કરન્સી ડેરિવેટિવ્ઝમાં એકાઉન્ટીંગને લગતી વિસંગતિઓ મળી આવી હતી, જે છેલ્લા છ મહિનાથી ચાલી આવતી હતી, અને નાણાંકીય દ્રષ્ટિએ 175 મિલીયન ડોલરની અસર થશે તેવું મનાતુ હતું.
એકાઉન્ટીંગ સમસ્યા ઉપરાંત ઇન્ડસઇન્ડની બેન્કના નેતૃત્ત્વમાં સંભવિત ફેરફાર પર પણ દેખરેખ રાખવી પડશે એમ મૂડીઝે ઉમેર્યુ હતું. આરબીઆઇએ સીઇઓ સુમંત કઠપલિયાની કાર્યકાલ લંબાવવા માટે વિનંતી કરાયેલ સમયગાળા કરતા ઓછો સમયગાળો આપતા અને આ તમામ સમસ્યાઓને કારણે તેના શેર પર દબાણ વધ્યુ હતું. જેના પરિણામે ઇન્ડસઇન્ડ બેન્કનો શેર આશરે 28 ટકા કરતા નીચે ઉતરી ગયો છે.
જોકે મૂડીઝે ઇન્ડસઇન્ડ બેન્કના સ્ટેબલ આઉટલૂક સાથે ‘Ba1’રેટિંગ એમ કહેતા યથાવત્ રાખ્યુ છે કે બેન્કની મૂડીની દ્રષ્ટિએ મજબૂતાઇ, નફાકારકતા અને સ્ટેબલ ધિરાણ છે, પરંતુ સાથે એમ પણ કહ્યુ હતું બીસીએમા ડાઉનગ્રેડ માટેની સમીક્ષાને કારણે નજીકના ભવિષ્યમાં રેટિંગમાં સુધારો થવાની કોઇ આશા નથી.
આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, 25 હજારમાં કરી હતી ઘૂસણખોરી