મૂડીઝે ભારતના આર્થિક રિકવરી પર ગ્લોબલ અર્થવ્યવસ્થાની સામે વધી રહેલા પડકાર, વધતા જતા મોંઘવારી દર અને નાણાકીય સંકટની કોઈ અસર નહીં જોવા મળે તેવો દાવો કર્યો છે. રેટિંગ એજન્સી મૂડીઝે ઈન્વેસ્ટર સર્વિસે ભારતની સોવરેન રેટિંગ યથાવત રહેશે તેમ પણ જણાવ્યું છે. મૂડીઝના દાવા મુજબ ભારતનો આર્થિક વૃદ્ધ દર ચાલુ નાણાકીય વર્ષમાં 7.6% રહેશે જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22માં આ 8.7 ટકા હતો. તો 2023-24માં GDP વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
ભારતની Baa3 રેટિંગ યથાવત- મૂડીઝ
રેટિંગ એજન્સીએ ભારતની Baa3 રેટિંગ આપી છે જે નિમ્ન રોકાણ સ્તરનું રેટિંગ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં રેટિંગને નકારાત્મક સાથે સ્થિર કર્યું હતું. મૂડીઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતની શાખની સ્થિતિ સહિત ઉચ્છ વૃદ્ધિ ક્ષમતાની સાથે મોટી અને વિવિધ અર્થવ્યવસ્થા, બહારના મોર્ચે અપેક્ષાકૃત મજબૂત સ્થિતિ અને સરકારના દેવાં માટે લીધેલા સ્થિર સ્થાનિક ફંડનો બેઝ તેની મજબૂતીને દર્શાવે છે.
ભારત માટે જોખમ ઓછું- મૂડીઝ
રેટિંગ એજન્સીએ કહ્યું, અમને નથી લાગતું કે રશિયા-યુક્રેન યુદ્ધ, વધતા જતા મોંઘવારી દર અને કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજદરમાં વધારા સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે વધતા પડકારો નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં ભારતમાં યથાવત રિકવરી પર પ્રતિકુળ અસર ઊભી કરશે. મૂડીઝના દાવા મુજબ સ્થિર પરિદ્રશ્ય તેના તે વિચારને જણાવે છે કે અર્થવ્યવસ્થા અને નાણાકીય પ્રણાલી વચ્ચે નકારાત્મક પ્રતિક્રિયાથી જે જોખમ છે તે ઘટ્યું છે.
સરકારનું રાજકોષીય દેવું ઓછું થશે- મૂડીઝની આશા
મૂડીઝે કહ્યું, “જો કે ઉચ્ચ દેવું અને લોન લેવાની ક્ષમતા નબળા પડવાના જોખમ છે. પરંતુ અમારું માનવું છે કે આર્થિક પરિવેશ છે, તેનાથી સરકારનો રાજકોષીય દેવું આગામી કેટલાંક વર્ષમાં ધીમે-ધીમે ઘટશે.” મૂડીઝે વધુમાં કહ્યું કે- પર્યાપ્ત પુંજીની સ્થિતિની સાથે બેંક અને ગેર બેકિંગ નાણાંકીય સંસ્થાઓને લઈને પહેલાની તુલનાએ જોખમ ઓછું છે. તેનાથી પુનરોદ્ધારને ગતિ મળશે.
મૂડીઝ ભવિષ્યમાં ભારતની રેટિંગ વધારી શકે છે
મૂડીઝે કહ્યું કે આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં સુધારાઓને પ્રભાવી રીતે ક્રિયાન્વયનના સમર્થનથી જો ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવના અપેક્ષાથી વિપીત ઉલ્લેખનિય રીતે વધે છે તો આ રેટિંગને વધારી શકે છે. આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં સુધારાને અસરકારક રીતે ક્રિયાન્વયનથી ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધે છે. મૂડીઝે કહ્યું કે રાજકોષીય નીતિ ઉપાયોને પ્રભાવી ક્રિયાન્વયનથી જો સરકારનું દેવું ઘટશે અને ઋણ લેવાની ક્ષમતામાં સુધારો આવે છે, તેનાથી શાખની સ્થિતિ પણ સારી થશે. જો કે નબળી આર્થિક સ્થિતિ કે નાણાકીય ક્ષેત્રમાં જોખમ વધવાથી રેટિંગ નીચે જવાનું જોખમ છે.