ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

21 જૂને ગુજરાતમાં પધરામણી કરશે ચોમાસું, જાણો કેવું રહેશે આ વર્ષ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડાને કારણે આ વખતે કેરળમાં 1 અઠવાડીયા મોડું ચોમાસું બેઠુ છે. જેના કારણે ગુજરાતમાં પણ આ વખતે મોડુ ચોમાસું બેસશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂન સુધીમાં બેસી જતુ હોય છે પરંતુ વાવાઝોડાને કારણે આ વખતે ગુજરાતમાં ચોમાસુ 21 જૂન સુધી બેસી જવાની શક્યતાઓ છે.

કેવુ રહેશે આ વર્ષનુ ચોમાસુંઃ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે. ગયા વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા થોડો વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમા આ વખતે 94% વરસાદ થઈ શકે છે. જુલાઈમાં સારો વરસાદ પડશે.

ખેડુતો વાવણી વહેલી કરી શકશેઃ વાવાઝોડાને કારણે હાલ ઘણા પાકને નુકશાન થયુ છે. પરંતુ આ વાવાઝોડાને કારણે ઘણા બધા ખેડુતો વાવણી વહેલી કરી શકશે. આ વખતે વાવણી માટે ઘણા બધા વિસ્તારોમાં પાણીની અછત હતી જે અછત આ વાવાઝોડાના વરસાદે પુરી કરી છે.

આ પણ વાંચોઃ વાવાઝોડામાં આવેલો વરસાદ ખેડૂતોને ફળશે, વાવણી વહેલી થઈ શકશે

Back to top button