- આજે એકાદ જગ્યાએ વરસાદની શક્યતા
- સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમી રહેવાનું અનુમાન
- ભેજવાળા વાતાવરણને લીધે વરસાદી ઝાપટું પડી શકે છે
ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. તેમાં હવે ઠંડીની શુભ શરૂઆત થશે. જેમાં અંદાજિત 6 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હાલ રાજ્યના બેવડી ઋતુનો અહેસાસ રહેશે. અમદાવાદમાં બપોર સમયે ગરમીનો પારો 36 થી 37 ડિગ્રીએ પહોંચ્યો છે.
ભેજવાળા વાતાવરણને લીધે વરસાદી ઝાપટું પડી શકે છે
ભેજવાળા વાતાવરણને લીધે વરસાદી ઝાપટું પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકાદ જગ્યાએ વરસાદ વરસી શકે છે, પરંતુ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આજે એકાદ જગ્યાએ વરસાદની શક્યતા છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. હવામાન વિભાગે જણાવ્યું કે કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે.
સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમી રહેવાનું અનુમાન
સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમી રહેવાનું અનુમાન છે .તેમજ પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર રહેશે. અમદાવાદમાં બપોર સમયે ગરમીનો પારો 36 થી 37 ડિગ્રીએ પહોંચ્યો છે. ભેજવાળા વાતાવરણને લીધે વરસાદી ઝાપટું પડી શકે છે. ત્યારે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર બનેલુ દબાણનું ક્ષેત્ર હવે નબળું પડી ગયું છે. પરંતુ ઝારખંડની આસપાસ રચાયેલ દબાણનું ક્ષેત્ર હજુ પણ અકબંધ છે. તેની અસરને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, પૂર્વ ઝારખંડ અને ઉત્તરી ઓરિસ્સામાં ભારે વરસાદ થઈ શકે છે.
પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી વરસાદની સંભાવના
પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી વરસાદની સંભાવના છે. હાલ ઓક્ટોબરમાં રાત્રિનું તાપમાન નીચું જાય છે. ચોમાસાને લઈ હવામાન વિભાગે કહ્યું ગુજરાતમાંથી આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસમાં વરસાદ વરસવાની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે પરંતુ તે અંગેની શક્યતા પણ ઘણી જ ઓછી છે.