રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર માટે સૌથી મહત્વનું ચોમાસા સત્રની શરૂઆત થઈ રહી છે. જેના પર વિરોધપક્ષ હંગામો કરી શકે છે. તેમજ વિવિધ બિલો પર સરકાર સીધા પસાર કરવવા માટે પ્રયત્ન કરશે. આવતીકાલે વિધાનસભામાં બપોરે 12 વાગે સત્રની પ્રથમ બેઠક મળશે. જેમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નથી થશે શરૂઆત જેના બાદ એક કલાક ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
આ દરમિયાન ટૂંકી મુદ્દતના પ્રશ્નોની ચર્ચામાં જ વિપક્ષ આક્રમક મોડ બની શકે છે. જેની સાથે જ સરકાર સદનમાં ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં રજૂ કરશે. જેની સાથે જ સરકાર સૌથી વધુ વિવાદાસ્પદ રહેલા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવા મુદ્દે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો પણ થઈ શકે છે. તેમજ વિવિધ આંદોલનથી લઈ જૂની પેન્શન સ્કીમ અને વિવિધ વિરોધ પ્રદર્શન મુદ્દે પણ સરકાર ઘેરા પ્રત્યાઘાત જોવા મળી શકે છે.
ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં રજૂ થશે
- ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક ગૃહમાં થશે રજૂ
- ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક ગૃહ મા થશે રજૂ
- ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક થશે રજૂઆત
આ ઉપરાંત ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામાં વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે ચર્ચા કરશે તો ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગરમાં ખેતીમાં થયેલા નુકશાન બાબતે ચર્ચા કરશે.
આ પણ વાંચો : LRD જવાનો પણ ગાંધીનગરમાં : લેખિતમાં જવાબ ન મળશે તો કરાવશે ‘મુંડન’
વિધાનસભાના ચોમાસુસત્રના બે દિવસ તોફાની બની શકે છે. વિધાનસભા બહાર વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ સાંપ્રત મુદ્દાને લઈને ગૃહમાં વિરોધ દર્શાવી શકે છે. આ અંગે કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં કર્મચારીઓની જૂની પેન્શન, કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ન, કર્મચારીઓના વેતન અને ગ્રેડ પેનો મુદ્દો અને ગ્રામીણ વિસ્તારમાં શાળાના ઓરડાને લઈને કોંગ્રેસ સત્રમાં વિરોધ દર્શાવશે.
સંસદીય બાબતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સત્રમાં વિવિધ 7 જેટલા બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવશે.