ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, જાણો કયા થયો સૌથી વધુ વરસાદ

Text To Speech
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
  • મેઘરજમાં 12 મિ.મી અને કપરાડામાં 10 મિ.મી વરસાદ નોંધાયો
  • 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને મળી રાહત, જાણો સમગ્ર મામલો 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના કામરેજ અને વલસાડના ઉમરગામમાં સરેરાશ સવા 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, ઉમરગામમાં બે કલાકમાં જ આટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય આણંદના બોરસદમાં 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ અને અમરેલીના ખાંભામાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

મેઘરજમાં 12 મિ.મી અને કપરાડામાં 10 મિ.મી વરસાદ નોંધાયો

ઉમરગામમાં 59 મિ.મી, અમરેલીમાં 31 મિ.મી, જામનગરના કાલાવડમાં 17 મિ.મી, વલસાડના પારડીમાં 14 મિ.મી, વાપીમાં 12 મિ.મી, અરવલ્લીના મેઘરજમાં 12 મિ.મી અને કપરાડામાં 10 મિ.મી વરસાદ નોંધાયો છે.

Back to top button