ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
- સાયક્લોનિક સર્ક્યુલેશનના થતા વરસાદની આગાહી
- 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી
- સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે
ગુજરાતના વિવિધ વિસ્તારો માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના હવામાન વિભાગના અંદાજા પ્રમાણે અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે
રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમા અતિભારે વરસાદની આગાહી સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી
સાયક્લોનિક સર્ક્યુલેશનના થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.