હવે ચોમાસુ પૂર્ણતાના આરે છે અને શિયાળો ધીરે ધીરે દસ્તક આપી રહ્યો છે. ગુજરાતમાં હવે મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાએ બાય બાય કહી દીધુ છે. આ વખતે રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. રાજ્યમાં આ વર્ષે 127 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાએ અધિકારીક રીતે વિદાય લીધી છે. પરંતુ હજી વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ હવામાન સુકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ છે. જેથી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. રાજ્યનાં દક્ષિણ ભાગમાં ભેજનું પ્રમાણ છે. રાજ્યમાં ભેજના કારણે વાદળ બનીને ક્યાંક જગ્યાએ વરસાદ વરસવાની સંભાવના છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાયની લાઇન હાલ ભરૂચ પાસે છે. જેથી ભરૂચની ઉપરના તમામ જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઇ ગઇ છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે.
આ પણ વાંચો : જામનગરમાંથી ઝડપાયું 10 કિલો MD ડ્રગ્સ, એકની ધરપકડ