ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય પણ આ કારણોસર પડી શકે છે વરસાદ

Text To Speech
  • રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે
  • મોટાભાગના શહેરોમાં તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે
  • કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નહિવત

ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે. અને 14 અને 15 ઓકટોબરના વરસાદની કોઈ શક્યતા નથી. કારણ કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નહિવત છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય, જાણો કયારથી ઠંડીની થશે શુભ શરૂઆત

રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે
રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે. તેમજ તાપમાન સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં 35.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલામાં 36.8 ડિગ્રી તાપમાન છે. સાથે જ વાદળો હટી જતાં હવે બેવડી ઋતુ અનુભવાશે. સવારે અને રાત્રે ઠંડી, બપોરે ગરમીનો અનુભવાશે. તેમજ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય તો વરસાદ પડી શકે છે.

ભારતમાં બે ચોમાસાં છે એક ચોમાસાની શરૂઆત આપણે ત્યાં જૂન મહિનાથી થાય છે 
ભારતમાં બે ચોમાસાં છે એક ચોમાસાની શરૂઆત આપણે ત્યાં જૂન મહિનાથી થાય છે અને સપ્ટેમ્બર મહિનામાં તે પૂરું થાય છે. જેને આપણે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કહીએ છીએ. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું જ્યારે પૂરું થાય ત્યારે ઑક્ટોબર મહિનાથી બીજું ચોમાસું શરૂ થાય છે અને તે ડિસેમ્બર મહિનામાં પૂરું થાય છે. આ ચોમાસાને ઉત્તર-પૂર્વનું ચોમાસું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ ત્રણ મહિનાના સમયગાળામાં પવનો ઉત્તરપૂર્વથી એટલે કે બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યો તરફથી દક્ષિણ-પશ્ચિમ તરફ એટલે કે દક્ષિણ ભારતનાં રાજ્યો તરફની દિશામાં આવતા હોય છે. પવનો જ્યારે પૂર્વોત્તર તરફથી દક્ષિણ ભારત તરફ આવે છે ત્યારે તે બંગાળની ખાડીમાંથી ખૂબ બધો ભેજ લઈને આવે છે અને દક્ષિણ ભારતમાં તેના કારણે ત્રણ મહિના સુધી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થાય છે.

Back to top button