ગુજરાતમાં ચોમાસાની જમાવટ, જાણો કેમ વિવિધ શહેરોમાં કરાઇ ગાજવીજ સાથે વરસાદની આગાહી
- રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા
- સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી
- 27 જૂને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘમહેર થઇ છે. જેમાં આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે.
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે. ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે. તેમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તથા વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
27 જૂને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
27 જૂને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા વડોદરા, અમરેલી, ભાવનગર અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 28 જૂને ખેડા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સાથે દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તથા 29 જૂને ભરૂચ, સુરત, ડાંગ તથા નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ‘આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.