લાઈફસ્ટાઈલ

Fashion Tips: તમે વરસાદની સિઝનમાં પણ દેખાશો સ્માર્ટ, આ છે બેસ્ટ સ્ટાઇલ ટિપ્સ

Text To Speech

વરસાદની મોસમમાં ઘણી વખત સમજાતું નથી કે શું પહેરવું, જે સ્ટાઈલિશ પણ લાગે અને કપડાં પણ આરામદાયક હોય. જો વરસાદમાં કપડાં ભીના થઈ જાય તો વધુ પરેશાન કરે છે. આ સિઝનમાં ભેજને કારણે ઘણો પરસેવો થાય છે. આવી સ્થિતિમાં તમારે હવાવાળા અને હળવા કપડાં પહેરવા જોઈએ. ચોમાસામાં બેસ્ટ લુક મેળવવા માટે છોકરીઓ ઘણી કોશિશ કરે છે. આજે અમે તમને ચોમાસામાં સ્ટાઇલિશ દેખાવાની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેથી તમે સૌથી સુંદર દેખાશો.

1.ચુસ્ત કપડાં ન પહેરો: વરસાદની ઋતુમાં ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ ઋતુમાં ચુસ્ત કપડાંને કારણે શરીરમાં ખંજવાળ આવી શકે છે. પરસેવાને લીધે કપડા ચીપચીપ થઇ જાય છે. જેના કારણે તકલીફ થાય છે. એટલા માટે તમારે વરસાદમાં ઢીલા ફિટિંગના કપડાં પહેરવા જોઈએ.

2.નાયલોનનાં કપડાં પહેરો: તમે વરસાદમાં નાયલોનનાં કપડાં પહેરી શકો છો. આ કાપડમાં પાણી ઝડપથી સુકાઈ જાય છે અને પરસેવો થાય ત્યારે આવા કપડાં શરીર પર ચોંટતા નથી. ચોમાસામાં આવા આઉટફિટ્સ કેરી કરો.

3. જીન્સ ન પહેરો: ચોમાસામાં જીન્સ પહેરવાનું ટાળો. જીન્સનું ફેબ્રિક ઘણું જાડું હોય છે. જે ભીના થવા પર ઝડપથી સુકાતું નથી. આનાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. વરસાદમાં સ્ટાઇલિશ દેખાવા માટે પલાઝો અથવા લૂઝ પેન્ટ અને કેપ્રિસ પહેરો.

4.શિફોન પહેરો: તમારે વરસાદમાં ખુલ્લા અને હવાવાળો શિફોન ડ્રેસ પહેરવો જોઈએ. ઘૂંટણની લંબાઈનો ડ્રેસ કેરી કરો. આમાં તમને ઘણો આરામ મળશે અને તમે ચોમાસામાં સ્ટાઇલિશ પણ દેખાશો.

Back to top button