ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં જામશે ચોમાસાનો માહોલ, આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે
  • સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે
  • હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોકણમાં ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામશે. જેમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સોમનાથ, જૂનાગઢ તથા મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે.આ સિવાય, હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોકણમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, નવસારી, વલસાડ તથા અમદાવાદ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. તેમજ પંચમહાલ, દાહોદ તથા છોટાઉદેપુર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજ વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં જ માધ્યમથી ઓછો વરસાદ આવી શકે છે.

ચાર જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં બીજે ક્યાંય વરસાદ પડવાની આગાહી નથી

ત્યારબાદ 15 અને 16 જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે અને જે વિસ્તારોમાં 13 થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે. 15 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડના જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અને આ ચાર જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં બીજે ક્યાંય વરસાદ પડવાની આગાહી નથી.

Back to top button