ગુજરાતમાં ચોમાસાની શરુઆત, રાજ્યના 125 તાલુકાઓમાં વરસાદ
આજે વહેલી સવારથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. એમ કહેવું ખોટું નથી. કારણકે, વહેલી સવારથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે વહેલી સવારે જ 33થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગઈકાલથી વિધીવત ચોમાસાની શરુઆત થતાં જ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સારી એવી શરુઆત પણ જોવા મળી છે.
રાજ્યમાં ચોમાસું બેસતાની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. 2 ઈંચથી લઈને 6 ઈંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પોરબંદર, કુતિયાણા, વલસાડ સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા આગામી 3 દિવસમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે જુલાઈની શરુઆતમાં પણ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળશે