લાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

સામાન્ય વ્યાધિઓના ઘરગથ્થુ ઉપાયો અજમાવી જુઓ

Text To Speech

કબજિયાત : સુસ્ત જીવનશૈલી અને ફાસ્ટફુડ ખાવાની આદતના કારણે કબજિયાતની તકલીફ સામાન્ય થઇ ગઇ છે. નિષ્ણાંતોના અનુસાર કબજિયાતને ગંભીરતાથી ન લેવામાં આવે તો લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. કબજિયાતની તકલીફ લાંબા સમયની હોય અને સમયસર પેટ સાફ ન થતું હોય તો, આંતરડામાં ગંદકી જમા થાય છે, મળ ચોંટી જાય છે અને આગામી સમયમાં હરસની તકલીફ થાય છે. નિષ્ણાંતોના અનુસાર, કબજિયાતની થોડી લાપરવાહી હરસ, એનલ ફિશર અને ભગંદર જેવી બીમારીઓનું કારણ બની શકે છે.

કબજિયાત દૂર કરવાના ઉપાયો
ગરમ દૂધ અને ઘી : રાતના સૂતા સમયે એક કપ ગરમ દૂધમાં એક અથવા 2 ચમચા ઘી ભેળવીને પીવાથી કબજિયાતમાં રાહત થાય છે. તે વાયુ અને પિત્તને સંતુલિત કરે છે. થોડા લોકો માટે ડેરી પ્રોડક્ટ માફક નથી આવતા હોતા. પરંતુ ગરમ દૂધ અને હળદરનું મિશ્રણ પાચનક્રિયાને સુધારીને મળ ત્યાગ આસાન કરે છે.

સૂકા આલુ : મરૂન રંગના આલુ ફળ સુકાઇ ગયા પછી કબજિયાત માટે ગુણકારી નીવડે છે. એમાં પ્રચૂર માત્રામાં ફાઇબર અને અન્ય એવા પોષક તત્વો સમાયેલા છે, પેટ અને આંતરડાને સ્વસ્થ બનાવામાં સહાયક છે. રોજ સવારે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

પપૈયું : પેટ સાફ ન થતું હોય અને કબજિયાતની તકલીફ હોય તો, નિયમિત રીતે સવારે નરણા કોઠે એક પાકેલુ પપૈયું ખાવું જોઇએ. આ એક કુદરતી લેકસેટિવ (રેચક) છે એટલે આંતરડાની અંદર ભળી જઇને તેમાં ફસાયેલા મળને બહાર કાઢે છે.

પાણી : જૂની કબજિયાતને દૂર કરવાના સરળ ઉપાય તરીકે પાણી પ્રચૂર માત્રામાં પીવું જોઇએ. પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાય છે તેમજ આંતરડાના કાર્યોમાં સુધાર થાય છે. પાણી પાચનક્રિયા માટે મહત્વપૂર્ણ છે. તે આંતરડામાના ભોજનને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમજ આંતરડાને ચીકણું અને લચીલું પણ રાખે છે.

શરદી અને તેમાં થતી ગળાની તકલીફ દૂર કરવાની સરળ રીત : ઋતુમાં થતા ફેરફાર તેમજ વધુ પડતા ઠંડા પીણાં પીવાની આદત શરદી, ઉધરસ, ગળામાં તકલીફ ઊભી કરે છે. તેમાંથી રાહત પામવા માટે ફૂદીનો, હળદર, અજમો અને મેથી ભેળવીને કાઢો બનાવી તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. આ કાઢાની વિશેષતા એ છે કે, તેનો ઉપયોગ પીવાથી કરી શકાય છે, ઉપરાંત કોગળા કરવાથી એટલું જ નહીં તેને ઉકાળી તેની વરાળનો શેક પણ લઇ શકાય છે.

કાઢો બનાવાની રીત : 2 ગ્લાસ પાણી, મુઠ્ઠી ફૂદીનો, એક નાનો ચમચો અજમો, અડધો ચમચો મેથી, અડધી ચમચી હળદર.
બે ગ્લાસ પાણી લઇને તેમાં ફુદીનો, અજમો, મેથી અને હળદર ભેળવી મધ્યમ તાપ પર ઉકાળવું., આ મિશ્રણની વરાળનો શેક પણ લઇ શકાશે, પીવાથી પણ ફાયદો થશે અને કોગળા કરવાથી પણ રાહત થશે., કાઢો ઉકળી જાય પછી તેને ગાળી લેવો. ભોજન પહેલા અથવા ભોજનના એક કલાક પછી આ કાઢો પી શકાય છે. આ ઉપરાંત દિવસમાં ત્રણ વખત કોગળા કરી શકાય છે. આ મિશ્રણને ગરમ કરીને તેની વરાળનો શેક જેને દેસી ભાષામાં નાસ કહેવાય છે તે પણ લઇ શકાય છે. કાઢામાં રહેલા અજમામાં એન્ટિ ઓક્સિડન્ટસ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે પેટ સંબંધિત બીમારીઓથી રાહત આપવાની સાથેસાથેત્વચા પ્રોબ્લેમ્સ અને હાડકાને પણ મજબૂત કરે છે. ઉપરાંત વજન ઘટાડવા માટે પણ ગુણકારી છે.હળદરમાં કફ દોષને દૂર કરવાનો ગુણ સમાયેલો છે. તે શરીરની ઇમ્યુનિટી વધારવાની સાથેસાથે ડાયાબિટીસમાં પણ લાભદાયી માનવામાં આવે છે., ફુદીનામાં કફ અને વાયુ દોષને દૂર કરવાના ગુણ સમાયેલા છે. તેના ઉપયોગથી મળ-મૂત્ર સંબંધિત પરેશાનીઓ સહિત શરીરની કમજોરી પણ દૂર કરી શકાય છે.
મેથીમાં નિયાસિન, પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર, વિટામિન સી, આર્યન વગેરે પ્રચુર માત્રામાં સમાયેલા છે. તેમાં ડાઓસ્જેનિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે સેક્સ હોર્મોનને વધારવાનું કામ કરે છે. ઉપરાંત તે કોલેસ્ટ્રોલ, શુગર, વજન અને હાર્ટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.

Back to top button