ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો કયા વિસ્તારોને ઘમરોળશે

Text To Speech

રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલે કે 10, 11, 12 એમ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસરની સીસ્ટમ બંધાઈ રહી છે ત્યારે તેની અસરથી દેશના અન્ય ભાગોની સાથે ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી તા. 10, 11, 12ના રોજ ભારે વરસાદ પડી શકે છે. આગામી તારીખ 12 સુધી તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ

ચોમાસામાં ગુજરાત પર મેઘરાજાની કૃપા અવિરત રહી છે. હજુ પણ ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે આપી છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાની શક્યતા છે. 10 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની શક્યતા છે. તો 11 સપ્ટેમ્બરે નર્મદા, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 સપ્ટેમ્બરે વલસાડ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની શક્યતા છે.

 

Back to top button