દેશમાં મંકીપોક્સના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 31 વર્ષની એક મહિલાને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ 31 વર્ષની નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આ દેશમાં પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ સાથે હવે દેશમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યા વધીને નવ થઈ છે.
દેશમાં કેસની સંખ્યા 9 થઇ
વાત કરીએ દિલ્હીની તો મંકીપોક્સના અત્યાર સુધીમાં ચાર કેસ નોધાયા છે. લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં પ્રથમ વખત કોઈ મહિલાને મંકીપોક્સ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા નાઈજીરિયાની છે, પરંતુ હાલમાં પશ્ચિમ દિલ્હીમાં રહે છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ જો જરૂર પડશે તો હોસ્પિટલો અને આઇસોલેશન રૂમની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
દિલ્હી સરકારે તૈયારીઓ તેજ કરી દીધી
દિલ્હી સરકારે મંકીપોક્સના વધતા જતા કેસોને જોતા તૈયારીઓ તેજ કરી દીધી છે. લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં 20 આઈસોલેશન રૂમ, ગુરુટેગ બહાદુર હોસ્પિટલમાં 10 આઈસોલેશન રૂમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં 10 આઈસોલેશન રૂમ આરક્ષિત કર્યા છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો તેમજ ત્રણ ખાનગી હોસ્પિટલોમાં 10-10 આઈસોલેશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.