T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપમાં પૈસાનો થશે વરસાદ : ICC એ ઈનામી રકમ કરી જાહેર

મુંબઈ, 3 મે : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે. આ વખતે T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહ્યો છે. આ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો પર ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ સોમવારે (3 જૂન) મેગા ઇવેન્ટ માટે ઇનામી રકમની જાહેરાત કરી હતી.

વિજેતા ટીમને રેકોર્ડ બ્રેક ઈનામી રકમ મળશે

T20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ ($2.45 મિલિયન) મળશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિજેતા ટીમને આટલી રકમ મળશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમ એટલે કે રનર અપને અંદાજે રૂ. 10.64 કરોડ ($1.28 મિલિયન) મળશે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને સમાન રકમ રૂ. 6.54 કરોડ ($787,500) આપવામાં આવશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમને ICC દ્વારા અમુક રકમ આપવામાં આવશે. જે ટીમો સુપર-8 (બીજા રાઉન્ડ)માંથી આગળ નહીં વધે તેમને દરેકને $382,500 (અંદાજે રૂ. 3.17 કરોડ) મળશે.

ICC અંદાજે રૂ. 93.51 કરોડનું વિતરણ કરશે

નવમાથી 12મા સ્થાને આવનાર દરેક ટીમને $247,500 (અંદાજે રૂ. 20.57 કરોડ) મળશે. જ્યારે 13માથી 20મા ક્રમે રહેલી ટીમોને દરેકને $225,000 (અંદાજે રૂ. 1.87 કરોડ) મળશે. આ સિવાય, મેચ જીતવા પર (સેમિ-ફાઇનલ અને ફાઇનલ સિવાય) ટીમોને વધારાના $31,154 (અંદાજે રૂ. 25.89 લાખ) મળશે. T20 વર્લ્ડ કપ માટે કુલ $11.25 મિલિયન (અંદાજે રૂ. 93.51 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે.

T20 વર્લ્ડ કપની ઈનામી રકમ

  • વિજેતા: આશરે રૂ. 20.36 કરોડ
  • રનર-અપ: રૂ. 10.64 કરોડ
  • સેમી-ફાઇનલ: રૂ. 6.54 કરોડ
  • બીજા રાઉન્ડમાંથી બહાર થવા પર: રૂ. 3.17 કરોડ
  • 9માથી 12મા સ્થાને રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
  • 13માથી 20મા ક્રમે રહેલી ટીમઃ રૂ. 1.87 કરોડ
  • પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીત: રૂ. 25.89 લાખ

આ વખતે T20 વર્લ્ડ કપની મેચો 9 મેદાન પર રમાઈ રહી છે. જેમાંથી 6 વેસ્ટ ઈન્ડિઝમાં અને 3 અમેરિકામાં છે. વેસ્ટ ઈન્ડિઝમાં, એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ તેમજ ત્રિનિદાદ અને ટોબેગોમાં મેચો યોજાઈ રહી છે. જ્યારે અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાઈ રહી છે.

ટુર્નામેન્ટમાં 20 ટીમોનો સમાવેશ

આ વખતે ટુર્નામેન્ટમાં 20 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. યજમાન અમેરિકાની સાથે આયર્લેન્ડ અને કેનેડાની ટીમો પણ છે. આ વખતે 4 ગ્રુપમાં સમાવિષ્ટ ટીમો સામસામે ટકરાશે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમ આગળ વધશે. આ ટીમો સુપર-8 રાઉન્ડ રમશે. આ પછી સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચો રમાશે. આ દરમિયાન 20 ટીમો વચ્ચે કુલ 55 મેચ રમાશે. આ સમયગાળા દરમિયાન ગ્રુપ સ્ટેજમાં 40 મેચો રમાશે અને સુપર-8 રાઉન્ડમાં 12 મેચો રમાશે. ત્યારબાદ બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ રમાશે.

Back to top button