video: મોનાલિસાએ ‘ચુડિયા ખનક ગઈ’ પર કર્યો ડાન્સ: રીલ રાતોરાત થઈ ગઈ વાયરલ


મુંબઈ, ૨૩ ફેબ્રુઆરી: ૨૦૨૫: મોનાલિસાએ ૧૯૯૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લમ્હે’ના પ્રખ્યાત ગીત ‘ચુડિયા ખાનક ગઈ’ પર એક રીલ બનાવી હતી, જે રાતોરાત વાયરલ થઈ ગઈ હતી. વાયરલ રીલમાં, મોનાલિસા ખૂબ જ સુંદર અને સાદગીથી ભરેલી ડાન્સ કરતી દેખાય છે. મોનાલિસા આ ગીતમાં ઘેરા રંગના સૂટ અને ખુલ્લા વાળમાં સ્ટેપ્સ સાથે પરફોર્મ કરતી જોવા મળે છે. આ રીલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. મોનાલિસાની આ રીલ પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે.
View this post on Instagram
મોનાલિસા મહાકુંભ 2025 માં વાયરલ થઈ હતી. આજકાલ મોનાલિસાને લગતા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર દરરોજ જોવા મળી રહ્યા છે જે આંખના પલકારામાં વાયરલ થઈ રહ્યા છે. મહાકુંભ 2025 માં ફેમસ થયેલી મોનાલિસાના ફેન દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તે પણ તેના ફેન્સ માટે વીડિયો શેર કરતી રહે છે. તેણે હાલ એક રિલ પોસ્ટ કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં મોનાલિસા 1991ની સુપરહિટ ફિલ્મ ‘લમ્હે’ના ‘ચૂડિયાં ખનક ગઈ’ ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે.
આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે અને યુઝર્સ તેના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. વીડિયોમાં સલવાર-સૂટ પહેરેલી મોનાલિસાએ પોતાની ઉર્જા અને અભિવ્યક્તિથી બધાને પ્રભાવિત કર્યા.આ ડાન્સ વીડિયોને થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ અને લાખો વ્યૂઝ મળ્યા છે. ચાહકો આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો.,‘છાવા’ પર ટ્વિટ કરીને સ્વરા ભાસ્કર ફસાઈ, ભારે ટ્રોલ થયા બાદ સ્પષ્ટતા આપી