ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ થતાં પોક મુકીને રડી મોનાલિસા? શરુ થાય તે પહેલા જ કરિયર ખતમ

Monalisa viral video:  મહાકુંભ મેળામાંથી ઈન્ટરનેટ પર સનસની ફેલાવનારી મોનાલિસાનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે, જેમાં તે પરિવારની વચ્ચે પોક મુકીને રડતા જોવા મળી હતી. આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં મોનાલિસા ઘરના દરવાજે ઊભા રહીને રડી રહી છે, જ્યારે તેના પરિવારના લોકો તેને સાંત્વના આપી રહ્યા છે. શું મોનાલિસા ફિલ્મના ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ થતાં રડી રહી છે કે પછી કંઈક બીજું છે, આવો જાણીએ.

મોનાલિસાનો ઈમોશનલ વીડિયો વાયરલ

મોનાલિસાનો આ ઈમોશનલ વીડિયોએ તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે અને સોશિયલ મીડિયા પર લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે, આખરે એવું તે શું થયું કે તે આટલી દુ:ખી છે. જો કે મોનાલિસાએ તેના વિશે કોઈ સ્પષ્ટ કાણ નથી જણાવ્યું. પણ અટકળો એવી છે કે તેના ફિલ્મી કરિયર સાથે હાલની ઘટનાઓને જોડીને જોવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mona lisa (@monalisakumbhmela)

ડાયરેક્ટરની ધરપકડ થતાં રડવા લાગી મોનાલિસા

અહીં ઉલ્લેખનિય છે કે, મોનાલિસાને ફિલ્મમાં કામ આપવાનો વાયદો કરનારા નિર્દેશક સનોજ મિશ્રાની હાલમાં જ દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેના પર એક યુવતીને કામ અપાવવાના બહાને શારીરિક શોષણ કરવા, ત્રણ વાર બળજબરી ગર્ભપાત કરાવવા અને ધમકી આપવાનો ગંભીર આરોપ લાગ્યા છે. પીડિતાનું કહેવું છે કે સનોજે તેને ધમકી આપી હતી, કે જો તે ફરિયાદ કરશે તો તેની અશ્લીલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

જામીન માટે અરજી દાખલ

બીજી તરફ, સનોજ મિશ્રાએ જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. હવે જોવાનું એ રહે છે કે મોનાલિસાને બ્રેક આપનાર દિગ્દર્શક આ મુશ્કેલીમાંથી પોતાને કેવી રીતે બહાર કાઢે છે.

મોનાલિસાનો વીડિયો વાયરલ થયો

મોનાલિસાના આ ભાવનાત્મક વીડિયો અને સનોજ મિશ્રાની ધરપકડ વચ્ચેના જોડાણ અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, મોનાલિસાએ હજુ સુધી આ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. તેના ચાહકો અને શુભેચ્છકો તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તે આ મુશ્કેલ સમયમાંથી જલ્દી સ્વસ્થ થઈ જાય.

આ પણ વાંચો: એપ્રિલના મહિનામાં આટલા વ્રત અને તહેવાર આવશે, નોટ કરી લેજો આ તારીખ

Back to top button