મનોરંજન

‘કુલ્ફી કુમાર’ ફેમ મોહિત મલિક હવે મોટા પડદા પર મચાવશે ધૂમ

Text To Speech

ટીવી એક્ટર મોહિત મલિક હવે મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યા છે. તેમના ચાહકો આ વાત સાંભળીને ખુશ છે. કે તેવો તેના પ્રિય અભિનેતાને મોટા પડદા પર જોશે. એક રિપોર્ટ અનુસાર, મોહિતે અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત એક મોટી ફિલ્મ સાઈન કરી છે.આ સાથે જ મોહિત મલિક ટીવીનો ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. હાલમાં, મોહિત તેના બોલિવૂડ ડેબ્યૂ માટે ચર્ચામાં છે.

Mohit Malik

તે અજય દેવગન સાથે અભિષેક કપૂરની ફિલ્મની સ્ટાર કાસ્ટમાં જોડાયો છે. આ ફિલ્મમાં રાહા ટંડન અને અરમાન દેવગન, ડાયના પેન્ટી પણ જોવા મળશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં મોહિત મલિક બિલકુલ અલગ અવતારમાં જોવા મળશે.

Mohit Malik on returning to work: Can't sit and wait, have to run my house  - Hindustan Times

અને આ અલગ અવતાર જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોહિતે ત્રણ ફિલ્મોની ડીલ સાઈન કરી છે, પરંતુ તે એક જ પ્રોડક્શન હાઉસ હેઠળ છે કે અલગ બેનર હેઠળ છે તે હજુ જાહેર થયું નથી. આ સાથે જ  મોહિત ‘ખતરોં કે ખિલાડી’માં પણ જોવા મળ્યો હતો અને છેલ્લી સિઝનના ટોપ 3 માં પહોંચ્યો હતો.

આ પણ વાંચો : દિશા પટણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ અને બોલ્ડ તસવીરો

 

 

Back to top button