ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

મોહન યાદવના મંત્રીએ દારૂ છોડવા અંગે આપી વિચિત્ર સલાહ, જૂઓ વીડિયો

  • મધ્યપ્રદેશ સરકારના એક મંત્રીએ દારૂ છોડવા અંગે વિચિત્ર નિવેદન આપ્યું છે. એક મંચ પરથી ભાષણ આપતાં તેમણે કહ્યું હતું કે, ‘પત્નીઓએ તેમના પતિઓને બહાર દારુ પીવાના બદલે ઘરે લાવીને પીવો જોઈએ

મધ્યપ્રદેશ, 28 જૂન: મધ્યપ્રદેશ સરકારના વિકલાંગ સશક્તિકરણ મંત્રી નારાયણ સિંહ કુશવાહાએ દારૂ છોડવા અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. નારાયણ સિંહ કુશવાહાએ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે પત્નીઓએ તેમના પતિઓને ઘરે દારૂ લાવવા અને તેમની સામે જ પીવું જોઈએ. વાસ્તવમાં, તેમણે આ નિવેદન પુરુષોને તેમની દારૂની લતમાંથી મુક્તિ અપાવવા માટે આપ્યું હતું. આ નિવેદન આપ્યા પછી સીએમ મોહન યાદવના મંત્રી ચર્ચામાં છે.

નારાયણ સિંહ કુશવાહનું વિચિત્ર નિવેદન

મંત્રી નારાયણ સિંહ વ્યસન મુક્તિ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં ભાગ લેવા કુશવાહ પહોંચ્યા હતા. શુક્રવારે આયોજિત આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ આપતી વખતે નારાયણ સિંહ કુશવાહાએ પુરુષોને દારૂની લતમાંથી મુક્ત કરવાનો વિચિત્ર વિચાર આપ્યો હતો. તેમણે કહ્યું, “માતાઓ અને બહેનો ઈચ્છે છે કે મારા પતિ દારૂ ન પીવે. સૌથી પહેલા તમે તેમને કહો કે તેઓ બજારમાં દારુ ન પીવે, તેના બદલામાં તેમને કહો કે તેઓ ઘરે લાવીને તમારી સામે બેસીને દારુ પીવે. જો તેઓ તમારી સામે બેસીને દારુ પીશે તો ધીરે-ધીરે તેમની દારુ પિવાની મર્દાયા ઓછી થશે અને પછી ધીમે-ધીમે તમારા પતિ દારુ ઓછું કરી દેશે અને પછી તે છોડવા પર પણ આવી જશે.”

અહીં જૂઓ વીડિયો:

 

મંત્રીએ ક્હ્યું કે ઘરે બેસીને પીઓ દારુ

તેમણે કહ્યું, “તે શરમ અનુભવશે કે હું મારી પત્ની અને બાળકોની સામે દારૂ પીઉં છું. તેમને એે પણ જણાવો કે તમને જોઈને, તમારા બાળકો પણ ભવિષ્યમાં દારૂ પીશે. આવું કરવાથી તમારા પતિ દારુ પિવાનું બંધ કરી દેશે. આ એકદમ પ્રૈક્ટિકલ છે. પતિ દારુ છોડી દેશે.

તેમની કહેવાની ભાવના સાચી હતી પણ રીત ખોટી હતી: મુકેશ નાયક

મધ્યપ્રદેશ સરકારના મંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ મુકેશ નાયકે પણ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, મંત્રીએ જે કહ્યું એમાં તેમનો ઈરાદો સાચો છે પરંતુ કહેવાની રીત ખોટી છે. જો ઘરે દારૂ પીશો તો તમારું ઘર ઝઘડાનું કેન્દ્ર બની જશે અને ઘરેલુ હિંસા થશે. તેમણે એવું કહેવું જોઈતું હતું કે દારૂ ન પીવું જોઈએ.”

આ પણ વાંચો: ભગવાન રામે સાબિત કર્યું પોતાનું અસ્તિત્વ, પરંતુ વિરોધ પક્ષ તેમની લીલા ન સમજ્યો; અયોધ્યા-ચિત્રકૂટની હાર પર સુધાંશુ ત્રિવેદી

Back to top button