મોહન ભાગવત મસ્જિદ-મદરેસા જવા લાગ્યા છે, થોડા દિવસોમાં PM પણ ‘ટોપી’ પહેરવા લાગશે : દિગ્વિજય સિંઘ
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘ ભાજપ અને સંઘ પરિવાર પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંઘે દાવો કર્યો છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જારી ભારત જોડો યાત્રાની અસરથી RSSના પ્રમુખ મોહન ભાગવતને મદરેસા અને મસ્જિદ જવા પર મજબુર થવુ પડ્યુ છે. થોડા જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘ટોપી’ પહેરવાની શરૂ કરી દેશે.
આ પણ વાંચો : G-20 સમિટમાં PM મોદીનું સંબોધન, કોરોના અને યુક્રેન યુદ્ધે વિશ્વમાં મચાવી તબાહી
કોણ છે દિગ્વિજય સિંઘ ?
દિગ્વિજય ‘ભારત જોડો યાત્રા’ની આયોજન સમિતિના પ્રમુખ છે. તેમણે ઇંદોરમાં યાત્રાની તૈયારીઓની સમીક્ષાન વચ્ચે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ભાજપ હાલમાં ટીકા કરવા માટે રાહુલ ગાંઘીની એટલે પસંદગી કરી રહી છે, કેમકે તેમની ‘ભારત જોડો યાત્રા’ના એક મહિનામાં ભાગવત મદરેસા અને મસ્જિદ જવા લાગ્યા છે. થોડા દિવસોમાં મોદી પણ ટોપી પહેરવા લાગશે.
જાણો મોદી વિશે શું કહ્યું દિગ્વિજય સિંઘે ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ એમ પણ કહ્યુ કે વડાપ્રધાન મોદી સાઉદી અરબ અને અન્ય દેશોમાં તો ટોપી પહેરે છે, પરંતુ તેઓ ભારત પાછા આવ્યા બાદ માથા પર ‘ટોપી’ લગાવતા નથી. આ સાથે તેમણે દાવો કર્યો છે કે સાત સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રાની બે મહિનાની અંદર એટલી અસર થઇ છે કે સંઘના એક મોટા નેતાએ કહેવું પડ્યું કે દેશના ગરીબ લોકો વધુ ગરીબ અને અમીર લોકો વધુ અમીર થઇ રહ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યુ કે, તમે જ્યારે આ યાત્રા પોતાના આખરી મુકામ શ્રીનગર સુધી પહોંચશે ત્યારે શું થશે ?