- વિજયાદશમીના પર્વની ઉજવણીઃ નાગપુરમાં RSSનો કાર્યક્રમ, મોહન ભાગવતે કહ્યું- શક્તિ શાંતિનો આધાર છે
- વર્ષ 1925ના રોજ દશેરાના દિવસે જ નાગપુરમાં સંઘની સ્થાપના થઈ હતી. ડૉ. કેશવ બલિરામ હેડગેવારે સંઘની સ્થાપના કરી હતી.
- આ દિવસે દેશભરમાં સંઘ પંથ સંચલન કાર્યક્રમનું આયોજન કરે છે.
- સંઘના 97 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો આજે સ્થાપના દિવસ છે. વર્ષ 1925માં દશેરાના દિવસે મહારાષ્ટ્રના નાગપુરમાં RSSની સ્થાપના થઈ હતી. નાગપુરના રેશમ બાગમાં સંઘના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
સારા મનુષ્ય બનો જે દેશભક્તિથી પ્રેરિત હોય
સંઘ પ્રમુખે કહ્યું કે આ એક માન્યતા છે કે કરિયર માટે અંગ્રેજી ઘણું જ મહત્વપૂર્ણ છે. નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થી ઉચ્ચ સંસ્કારોવાળા, સારા મનુષ્ય બને જે દેશભક્તિથી પ્રેરિત હોય, તે જ દરેકની ઈચ્છા છે. સમાજને તેનો સક્રિય રીતે સમર્થન કરવાની જરૂર છે.
‘શક્તિ જ શાંતિનો આધાર’
ભાગવતે કહ્યું કે શક્તિ જ શાંતિનો આધાર છે. તેમને કહ્યું કે આજે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યાં છીએ. વિશ્વમાં ભારતની વાત સાંભળવામાં આવી રહી છે. આત્માથી જ આત્મનિર્ભરતા આવે છે. વિશ્વમાં આપણી પ્રતિષ્ઠા અને શાખ વધી છે. જે રીતે આપણે શ્રીલંકાની મદદ કરી. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ સમયે આપણા વલણથી ખ્યાલ આવે છે કે આપણને સાંભળવામાં આવે છે.
‘મહિલાઓ વગર વિકાસ શક્ય નથી’
ભાગવતે વધુમાં કહ્યું કે મહિલાઓ વગર વિકાસ શક્ય નથી. જે કામ માતૃ શક્તિ કરી શકે છે તે કામ પુરુષ પણ નથી કરી શકતા. તેથી તેમને પ્રબુદ્ધ, સશક્ત બનાવવા, તેમનું સશક્તિકરણ કરવું અને તેમને કામ કરવાની સ્વતંત્રતા આપવી તેમજ કાર્યોમાં બરોબરીની ભાગીદારી આપવી જરૂરી છે.
#WATCH नागपुर: RSS प्रमुख मोहन भागवत विजय दशमी समारोह में शामिल हुए। मुख्य अतिथी के रूप में माउंट एवरेस्ट पर 2 बार चढ़ने वाली पहली महिला पर्वतारोही संतोष यादव उपस्थित रहीं। केंद्रीय मंत्री नितिन गडकरी और महाराष्ट्र के उपमुख्यमंत्री देवेंद्र फडणवीस उपस्थित रहें। pic.twitter.com/xVN610qPbl
— ANI_HindiNews (@AHindinews) October 5, 2022
જનસંખ્યા અસંતુલનથી આજે પણ નવા દેશ બની રહ્યાં છે
વસતિના મુદ્દે સંઘ પ્રમુખે કહ્યું કે જનસંખ્યા એક ભારરૂપ છે, પરંતુ આ સાધન પણ બની શકે છે. જનસંખ્યા નિયંત્રણની સાથે સાથે પાંથિક આધાર પર જનસંખ્યા સંતુલન પણ મહત્વનો વિષય છે જેને અવગણી ન શકાય. તેમને ચેતવણી આપતા કહ્યું કે એક ભૂભાગમાં જનસંખ્યામાં સંતુલન બગડવાનું પરિણામ છે કે ઈન્ડોનેશિયાથી ઈસ્ટ તિમોર, સુદાનથી દક્ષિણ સુદાન તેમજ સર્બિયાથી કોસોવા નામના દેશ બની ગયા. તેમને કહ્યું કે જનસંખ્યા નીતિ ગંભીર મંથન પછી તૈયાર કરવી જોઈએ અને તેને તમામ લોકો પર લાગુ કરવી જોઈએ.
ચીફ ગેસ્ટ તરીકે સંતોષ યાદવ ઉપસ્થિત રહ્યાં
પર્વતારોહી સંતોષ યાદવ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા. સંતોષ યાદવ માઉન્ટ એવરેસ્ટ પર બે વખત ચઢનારા પહેલાં મહિલી પર્વતારોહી છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે સંઘના કાર્યક્રમમાં કોઈ મહિલા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હોય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સંતોષ યાદવે શું કહ્યું
પર્વતારોહી સંતોષ યાદવે સંઘ કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા. તેમને કહ્યું કે વારંવાર મારા વ્યવહાર અને આચરણથી લોકો મને પૂછે છે કે ‘શું હું પણ સંઘી છું?’ ત્યારે હું પૂછતી કે તે શું હોય છે? હું તે સમયે સંઘ અંગે ખાસ જાણતી ન હતી. પરંતુ આજે નસીબે મને સંઘના સર્વોચ્ચ મંચ પર બેસાડી છે. પર્વતારોહી સંતોષ યાદવે વધુમાં કહ્યું કે એક વખત જેએનયૂમાં તે પર્યાવરણ મુદ્દે કંઈક બોલી રહી હતી, ત્યારે એક છાત્રાએ તેમને કહ્યું કે અમને રામચરિતમાનસ કે ગીતા વાંચવા માટે કેમ કહેવામાં આવે છે. મેં કહ્યું કે આવું તો મેં નથી કહ્યું. પછી મેં કહ્યું કે તમે આ પુસ્તકને વાંચ્યા છે? તો તેમને કહ્યું કે ના. પછી મેં તેમને કહ્યું કે વાંચ્યા વગર તમે આ પુસ્તકોને લઈને દ્વેષ કેમ દાખવી રહ્યાં છો. તમે તેને વાંચો સનાતન સંસ્કૃતિ સૃજનની પ્રેરણા આપે છે.
દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે
વર્ષ 1925માં દશેરાના દિવસે જ નાગપુરમાં સંઘની સ્થાપના થઈ હતી. ડૉ. કેશવ બલિરામ હેડગેવારે સંઘની સ્થાપના કરી હતી. આ દિવસે દેશભરમાં સંઘ પંથ સંચલન કાર્યક્રમનું આયોજન કરે છે. સંઘના 97 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ પહેલાં પુરુષો જ આ કાર્યક્મના મુખ્ય અતિથિ તરીકે સામેલ થતા આવ્યા છે. પરંતુ સંઘે આ વખતે પોતાની પરંપરા તોડી છે. મોહન ભાગવતની સાથે સંતોષ યાદવ પણ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સામેલ રહ્યાં.
श्री विजयादशमी उत्सव I राष्ट्रीय स्वयंसेवक संघ ,नागपुर महानगर I युगाब्द 5124 https://t.co/AsjNBSJgbm
— RSS (@RSSorg) October 5, 2022