ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS ફાઇનલ: મોહમ્મદ સિરાજે ઓવલમાં બતાવ્યો દમ, ટેસ્ટમાં 50 વિકેટ પૂરી કરી

Text To Speech

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન સિરાજે 4 વિકેટ ઝડપી હતી. તેણે ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડ જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટ લીધી હતી. સિરાજે આ મેચ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે ટેસ્ટ કારકિર્દીમાં 50 વિકેટ પૂરી કરી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે સિરાજ 38માં નંબર પર છે.

Mohammed Siraj in IND vs AUS Final
Mohammed Siraj in IND vs AUS Final

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન સિરાજે 28.3 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 108 રનમાં 4 વિકેટ ઝડપી હતી. સિરાજે 4 મેડન ઓવર પણ લીધી હતી. તેણે ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન અને પેટ કમિન્સને આઉટ કર્યા હતા. સિરાજે આ મેચમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 50 વિકેટ પૂરી કરી હતી. સિરાજે અત્યાર સુધી રમાયેલી 34 ટેસ્ટ ઇનિંગ્સમાં 51 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 73 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.

Mohammed Siraj
Mohammed Siraj

સૌથી વધુ વિકેટ લેવા મામલે અનિલ કુંબલે ટોપ પર

ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે સિરાજ 38માં નંબર પર છે. આ મામલે અનિલ કુંબલે ટોપ પર છે. તેણે 236 ઇનિંગ્સમાં 619 વિકેટ લીધી છે. કુંબલેએ પોતાની કારકિર્દીમાં 8 વખત 10-10 વિકેટ લીધી છે. તેણે 35 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે. તેણે 174 ઇનિંગ્સમાં 474 વિકેટ લીધી છે. કપિલ દેવ 434 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.

આ પણ વાંચોઃ WTC FINAL 2023 : સિરાજ અને સ્મિથ વચ્ચે કેમ થઇ ગરમા-ગરમી ? જુઓ વીડિયો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થાય ત્યાં સુધી 469 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્ટીવ સ્મિથે 121 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 163 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી સિરાજે 4 વિકેટ ઝડપી હતી. શમી અને શાર્દુલે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને પણ એક વિકેટ મળી હતી.

Back to top button