ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઉતરતા પહેલા મોહમ્મદ શમીએ ICC પાસે આ મોટી ડિમાન્ડ કરી દીધી, વિરોધીઓને નહીં ગમે


દુબઈ, 06 માર્ચ 2025: સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લઈ રહ્યો છે અને ભારતીય ટીમ માટે સારુ પ્રદર્શન પણ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમીફાઈનલમાં તેણે શાનદાર બોલિંગ કરી છે અને ભારત માટે સૌથી વધારે ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. જેવી રીતે તે લયમાં ચાલી રહ્યો છે, તેનાથી એ નક્કી છે કે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈંડિયા માટે એક્કો સાબિત થશે. પણ આ દરમ્યાન શમીએ આઈસીસીને ખાસ અપીલ કરી છે.
લાળના ઉપયોગને લઈને શમીની માગ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કોવિડ 19 મહામારી બાદ વર્ષ 2022માં ક્રિકેટ મેચમાં લાળ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ક્રિકેટ મેચમાં ફાસ્ટ બોલર લાળનો ઉપયોગ કરીને બોલને ચમકાવતા હોય છે. જેથી તેમને રિવર્સ સ્વિંગ મળી શકે અને વિકેટ લઈ શકે. શમી પોતાની સટીક લાઈન અને લેંથ માટે ફેમસ છે અને રિવર્સ સ્વિંગનો બાદશાહ છે. હવે બોલ પર લાળની જગ્યાએ ઘણી વાર પરસેવાનો ઉપયોગ કરીને ચમકાવે છે. શમીએ કહ્યું કે, રિવર્સ સ્વિંગ કરવાની કોશિશ કરી રહ્યો છે. પણ લાળનો ઉપયોગ થતો નથી. અમે સતત લાળના ઉપયોગની મંજૂરી આપવા માટે અપીલ કરી રહ્યા છીએ અને રિવર્સ સ્વિંગ સાથે આ જોવાનું રસપ્રદ રહેશે. કદાચ શમી હાલમાં લાળ પર પ્રતિબંધથી ખુશ નથી.
મોહમ્મદ શમીએ કહ્યું કે, હું મારી લય પ્રાપ્ત કરીને ટીમ માટે વધારે યોગદાન આપવાની કોશિશ કરી રહ્યો છું. બે સ્પેશિયલિસ્ટ ફાસ્ટ બોલર ટીમમાં નથી અને મારા પર વધારે જવાબદારી છે. તે હંમેશા વધારે કંઈક સારુ આપવાની કોશિશમાં રહે છે. જ્યારે તમે એકલા મુખ્ય ફાસ્ટ બોલર છો અને બીજા ઓલરાઉન્ડર છે, તો તમારા પર જવાબદારી વધી જાય છે. તમારે વિકેટ લઈને મોર્ચાની આગેવાની કરવાની હોય છે.
લાંબા સ્પેલ ફેંકવા માટે તૈયાર છું
મોહમ્મદ શમીએ કહ્યું કે, મને નથી લાગતું કે કોઈને પોતાની ફિટનેસ વિશે વધારે વિચારવાની જરુર છે. જોઈએ કે શરીર તેને કેવી રીતે લે છે. આપણે બધા છેલ્લે તો મજૂર છીએ. હું એક લાંબો સ્પેલ ફેંકવા માટે તૈયાર છું. લિમિટેડ ઓવરની ક્રિકેટમાં આ મહત્ત્વનું નથી કે દસ ઓવર ફેંકવાની છે કે છ ઓવર.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે સિરીઝ યોજાશે? લાહોરમાં BCCI અધિકારીએ કરી દીધી સ્પષ્ટતા