ટ્રેન્ડિંગસ્પોર્ટસ

મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક દુલીપ ટ્રોફીમાંથી બહાર, રવીન્દ્ર જાડેજાએ પોતાનું નામ પાછું ખેંચ્યું, જાણો કારણ

Text To Speech

મુંબઈ, 27 ઓગસ્ટ: દુલીપ ટ્રોફી 2024ની 5 સપ્ટેમ્બરથી શરૂઆત થઈ રહી છે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો ભાગ લઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા ચારેય ટીમોના ખેલાડીઓની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી. પરંતુ હવે દુલીપ ટ્રોફીની શરૂઆત પહેલા જ મોટા ફેરફારો થયા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઉમરાન મલિક ઈજાના કારણે બહાર થયા છે. રવિન્દ્ર જાડેજાને પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

નવદીપ સૈનીને મળ્યું સ્થાન

મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક ઈજાના કારણે ટીમમાંથી બહાર થયા છે. હવે સિરાજની જગ્યાએ નવદીપ સૈનીને તક મળી છે અને ઉમરાનની જગ્યાએ ગૌરવ યાદવને તક મળી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે. કારણ કે હવે સૌથી મોટો સવાલ એ છે કે સિરાજ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ફિટ થશે કે નહીં. બીજી તરફ જાડેજાની બદલીની હજુ જાહેરાત કરવામાં આવી નથી.

નવદીપ સૈની છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર

નવદીપ સૈનીએ વર્ષ 2021માં ભારતીય ટીમ માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ટીમની બહાર છે. હવે તે દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. જેથી તેને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં પસંદ કરી શકાય. અત્યાર સુધીમાં તેણે ભારતીય ટીમ માટે કુલ 2 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 4 વિકેટ ઝડપી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 8 ODI મેચમાં 6 વિકેટ અને 11 T20 ઈન્ટરનેશનલ મેચમાં 13 વિકેટ લીધી છે.

દુલીપ ટ્રોફી માટે ઈન્ડિયા-સી અને ઈન્ડિયા-બી ટીમ:

ઈન્ડિયા B: અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન.

ઈન્ડિયા C: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દ્રજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિષક વિજયકુમાર, અંશુલ ખંભોજ, હિમાંશુ અરમાન ચૌહાણ, મયંકન ચૌહાણ, સંદીપ વોરિયર.

આ પણ વાંચો: રિંકુ સિંહે જણાવ્યા બે પોતાના ફેવરિટ કેપ્ટનના નામ, એક રોહિત શર્મા અને બીજા…

Back to top button