આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મોહમ્મદ મુઇઝુના બદલાયા સુર, ભારતને ગણાવ્યો નજીકનો ભાગીદાર, જાણો બીજું શું કહ્યું

  • માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની માલદીવ મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન મુઇઝુએ ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવીને મોટી વાત કહી છે

માલે, 10 ઓગસ્ટ: માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ શનિવારે કહ્યું કે ભારત હંમેશા “નજીકનું” સાથી અને “મૂલ્યવાન ભાગીદાર” રહ્યું છે અને તેમના દેશને “જ્યારે પણ જરૂર પડી” ત્યારે તમામ સહાય નવી દિલ્હીએ પૂરી પાડી છે. માલદીવમાં 28 ટાપુ વિસ્તારોમાં પાણી પુરવઠો અને ગટર સુવિધા શરૂ કરવા માટે પ્રમુખ કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી હતી. ભારત સરકારે એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયા મારફત લાઈન ઓફ ક્રેડિટ સુવિધા હેઠળ આ પ્રોજેક્ટ્સને ધિરાણ આપ્યું છે. અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે મુઇઝુને મળ્યા હતા અને બંને દેશો અને ક્ષેત્રના લોકોના લાભ માટે ભારત-માલદીવ સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ભારતે કરી છે માલદીવને મદદ: મોહમ્મદ મુઇઝુ

મુઇઝુએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ નોંધપાત્ર આર્થિક લાભ થશે, સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવશે અને દેશની એકંદર સમૃદ્ધિમાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ભારત સાથે માલદીવના દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સમારોહ દરમિયાન, પ્રમુખ મુઇઝુએ ફરી એકવાર માલદીવ અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ સંબંધોને મજબૂત કરવા માટે તેમના વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત હંમેશા નજીકનો સાથી અને મૂલ્યવાન ભાગીદાર રહ્યો છે અને જ્યારે પણ માલદીવને જરૂર પડી ત્યારે તેને મદદ અને સમર્થન આપ્યું છે. ઈવેન્ટને સંબોધતા મુઇઝુએ માલદીવને “ઉદાર અને સતત સહાયતા” આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને ભારતના “મૈત્રીપૂર્ણ લોકો”નો આભાર વ્યક્ત કર્યો. વિદેશ મંત્રી એસ જયશંકર, જેઓ અહીં મુઇઝુને મળ્યા હતા, તેમણે બંને દેશો અને ક્ષેત્રના લોકોના હિત માટે ભારત-માલદીવ સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

 

માલદીવની મુલાકાતે છે જયશંકર

જયશંકર દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા માટે માલદીવની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. ગયા વર્ષે ચીન તરફી મુઇઝુએ સત્તા સંભાળ્યા પછી ભારત તરફથી માલદીવની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. મીટિંગનો ફોટો શેર કરતા વિદેશ મંત્રી જયશંકરે ‘X’ પર લખ્યું, “પ્રમુખ ડૉ. મોહમ્મદ મુઇઝુને મળીને ગર્વ અનુભવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામનાઓ પાઠવી. અમારા લોકો અને ક્ષેત્રના લાભ માટે ભારત-માલદીવ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ પણ વાંચો: માઈક્રોસોફ્ટે ઈરાન અને પાકિસ્તાન અંગે કર્યો વિસ્ફોટક દાવોઃ જાણો શું કહ્યું?

Back to top button