મોદી ચા બનાવશે, હું કુલડી બનાવીશ…! ચૂંટણી લડીશ અને સાંસદ બની પાઠ ભણાવીશ: જુઓ અપક્ષ ઉમેદવારનો Video

ફતેહપુર સીકરી, 13 એપ્રિલ : મોદી ચા બનાવશે, હું કુલડી બનાવીશ. હું સંસદમાં જઈશ અને મોદીને ટક્કર આપીશ, મારી બાઇક ચોરાઈ ગઈ, પોલીસે મારી વાત ન સાંભળી. શોકસભામાં સાંસદો મળ્યા ત્યારે મારા રામ-રામ પણ નહોતા લીધા. બહુ અહંકારી બની ગયા છે. હવે હું ચૂંટણી લડીશ અને સાંસદ બનીને પાઠ ભણાવીશ.
સાંસદ બન્યા બાદ યોગી-મોદી સાથે વાત કરીશ. હું તેમને તેમના મંત્રીઓ અને સાંસદોની હાલત જણાવીશ. હું પોલીસકર્મીઓના ખરાબ વર્તન વિશે જણાવીશ. આ આગ્રાની ફતેહપુર સીકરી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કરનાર કલ્લન કુમ્હારનું કહેવું છે. જેમણે ઉમેદવારી પત્ર ખરીદ્યુ છે. અને ભર્યું પણ છે.
કલ્લન કુમ્હારે ફતેહપુર સીકરીમાંથી ફોર્મ ખરીદ્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફતેહપુર સીકરીના અંદેહરા ગામના રહેવાસી કલ્લન કુમ્હારે નામાંકન પત્ર ખરીદ્યું છે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે. તેમણે ભાજપના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને પોલીસકર્મીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સાંસદ બનીને તેઓ ભાજપ, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને પાઠ ભણાવશે.
संसद जाऊंगा, मोदी से टकराऊंगा…बाइक चोरी होने से बुजुर्ग भड़का, लोकसभा चुनाव लड़ने का लिया फैसला #LokSabhaElections2024 pic.twitter.com/UY25oSw1o4
— Khushbu Goyal (@kgoyal466) April 13, 2024
ચૂંટણી જીત્યા બાદ તે બંનેને મળશે. પોલીસ અને વહીવટીતંત્ર ગરીબોની વાત સાંભળતું નથી. સાંસદ પાસે જાઓ તો પણ પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી. તેમને આ એક્ટ વિશે જણાવવું પડશે, આ માટે તેમણે સાંસદ બનવું પડશે, તો જ તે બંનેને મળવાનું શક્ય બનશે. અમારા જેવા ગરીબ અને સામાન્ય લોકો તેમને મળવાનું વિચારી પણ શકતા નથી.
संसद जाऊंगा, मोदी से टकराऊंगा…बाइक चोरी होने से बुजुर्ग भड़का, लोकसभा चुनाव लड़ने का लिया फैसला #LokSabhaElections2024 pic.twitter.com/3ygVUurtSZ
— Khushbu Goyal (@kgoyal466) April 13, 2024
બાઇક ચોરી મુદ્દે કોઈ સુનાવણી નથી થઇ
કલ્લન કુમ્હાર કહે છે કે તે તેના સંબંધીની ખબર લેવા માટે હોસ્પિટલ ગયો હતો. અને હોસ્પિટલની બહારથી બાઇક ચોરાયું હતું. જ્યારે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસ સ્ટેશનના અધિકારીએ તેને ઠંડુ પીણું પીવડાવીને રવાના કર્યો હતો. કહ્યું કે બાઇક ઘણા વર્ષોથી ચલાવી હશે અને જૂની થઈ ગઈ હશે. કંઈક નવું ખરીદો, તમારો શોખ પૂરો કરો. આજદિન સુધી તેમની બાઇકની ચોરીની કોઇ ફરિયાદ નોંધાઇ નથી.
માલપુરા ગામે ગયા, ત્યાં શોકસભા હતી. ફતેહપુર સીકરીના સાંસદ રાજ કુમાર ચાહર ત્યાં આવ્યા, જેમને જોઈને તેમણે રામ-રામની બૂમો પાડી, પરંતુ તેમણે ‘રામ-રામ’ ના લીધા. સાંભળીને તેની અવગણના કરી. મને ગુસ્સો આવ્યો ત્યારે મેં કહ્યું, શું મારા રામ-રામ સારા નથી દેખાતા? તો તેણે અચાનક પૂછ્યું, શું તમે મને ઓળખો છો?
આ પણ વાંચો : હત્યાની ધમકી, બીભત્સ ગાળો.. અને અન્ય 16 ગુનાઓ હેઠળ, અમેરિકાએ હિંદુ વિરોધી રિદ્ધિ પટેલને જેલમાં ધકેલી