મહિલાઓને ફ્રીમાં 75 લાખ ગેસ કનેક્શન આપવાની મોદી સરકારની જાહેરાતઃ કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
- ચૂંટણીની સીઝનમાં મહિલાઓ વોટર્સને રિઝવવા કેન્દ્રનો નિર્ણય
- ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના કરાશે
- અનુરાગ ઠાકુરે બે મહત્ત્વપુર્ણ નિર્ણય અંગે આપી માહિતી
ચૂંટણીની સીઝનમાં મહિલાઓ વોટર્સને એટ્રેક કરવા માટે કેન્દ્ર સરકાર અનેક મોટા મોટા નિર્ણયો લઇ રહી છે. હવે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, પહેલો નિર્ણય એ છે કે આગામી 3 વર્ષ સુધી એટલે કે 2026 સુધી 75 લાખથી વધુ LPG કનેક્શન મફત આપવામાં આવશે. આ ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ છે.” આ યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષ માટે ગેસ જોડાણો આપવામાં આવશે, જેમાં પ્રથમ રિફિલ મફત છે, જેનો ખર્ચ ઓઇલ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.
ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના
કેન્દ્રીય કેબિનેટ ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપનાને પણ મંજૂરી આપી છે.
#WATCH आज कैबिनेट की बैठक में फैसला लिया गया कि 75 लाख LPG के मुफ्त कनेक्शन और दिए जाएंगे। अगले 3 वर्षों में ये LPG कनेक्शन उज्ज्वला योजना के अंतर्गत महिलाओं को मिलेंगे: केंद्रीय मंत्री अनुराग ठाकुर pic.twitter.com/cuoOJBRcyc
— ANI_HindiNews (@AHindinews) September 13, 2023
ઈ-કોર્ટ પર સરકારનો ભાર
અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટનો બીજો નિર્ણય એ છે કે 7,210 કરોડ રૂપિયાના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ ફેઝ 3ને આજે મંજૂરી આપવામાં આવી છે. તેનો હેતુ ઓનલાઈન અને પેપરલેસ કોર્ટની સ્થાપના કરવાનો છે. તે ન્યાયિક વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે. પેપરલેસ કોર્ટ માટે ઈ-ફાઈલિંગ અને ઈ-પેમેન્ટ સિસ્ટમને સાર્વત્રિક બનાવવામાં આવશે. ડેટા સ્ટોર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ બનાવવામાં આવશે. તમામ કોર્ટ સંકુલોમાં 4,400 ઈ-સેવા કેન્દ્રો સ્થાપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે રક્ષાબંધન પર એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ કહ્યું છે કે આ યોજનાઓથી મહિલાઓના જીવનમાં મોટુ પરિવર્તન આવ્યુ છે.
G20 સમિટની સફળતા માટે પીએમ મોદીનો આભાર માનતો પ્રસ્તાવ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM નરેન્દ્ર મોદીને G20 સમિટ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર અભિનંદન આપતો ઠરાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે ભારત વૈશ્વિક એજન્ડા-સેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આનો શ્રેય દેશના નેતૃત્વને જાય છે.
આ પણ વાંચોઃ વરસાદની આગાહી વચ્ચે જાણો ક્યારે પડશે અમદાવાદમાં વરસાદ?