ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેબિનેટના વિભાગોના એલાન બાદ સરકાર એક્શનમાં, મંત્રીઓ કયારથી ચાર્જ સંભાળશે? જાણો

  • મંત્રીઓમાં પોર્ટફોલિયોની વહેંચણી બાદ મોટાભાગના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ આજે તેમના મંત્રાલયનો હવાલો સંભાળશે 

નવી દિલ્હી, 11 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના પ્રધાનોના વિભાગો સોમવારે વહેંચવામાં આવ્યા હતા. વિભાગોની વહેંચણી થતાં જ મોદીના મંત્રીઓ એક્શન મોડમાં આવી ગયા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા અને IT-રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને અન્ય ઘણા પ્રધાનો આજે ચાર્જ સંભાળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે મંગળવારે સવારે 10:30 વાગ્યે સાઉથ બ્લોકમાં તેમના મંત્રાલયનો કાર્યભાર સંભાળશે. આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા નિર્માણ ભવનના ત્રીજા માળે સવારે 11.45 કલાકે મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.

કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બની છે. સોમવારે મંત્રીઓમાં પોર્ટફોલિયોની વહેંચણી બાદ આજે મોટાભાગના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તેમના મંત્રાલયનો હવાલો સંભાળવા જઈ રહ્યા છે.

ખટ્ટર ક્યારે મંત્રાલયનો કાર્યભાર સંભાળશે?

આ સાથે અશ્વિની વૈષ્ણવ આજે મંગળવારે સવારે 9:45 વાગ્યે IT મંત્રાલયનો હવાલો સંભાળશે. તેઓ બપોરે 12 વાગ્યે રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળશે. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને હવે કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. મનોહર લાલ ખટ્ટર આજે સવારે 10થી 10:15 દરમિયાન શ્રમ શક્તિ ભવનમાં મંત્રાલયનો હવાલો સંભાળશે.

વૃક્ષારોપણ બાદ મંત્રાલય સંભાળશે કીર્તિવર્ધન સિંહ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય પ્રધાન કીર્તિ ર્ધન સિંહ આજે સવારે 7:30 વાગ્યે તેમના દિલ્હી નિવાસસ્થાન 23 બળવંત રાય મહેતા લેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન “એક પેડ માં કે નામ” હેઠળ છોડ રોપશે. આ પછી તેઓ સવારે 9 વાગ્યે પરિવર્તન ભવનમાં ચાર્જ સંભાળશે. કેન્દ્રીય મંત્રી ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય રવનીત સિંહ પંચશીલ ભવન સિરી ફોર્ટ રોડ ખાતે સવારે 9:30 વાગ્યે ચાર્જ સંભાળશે.

કિરેન રિજિજુ પણ આજે જ મંત્રાલયનો હવાલો સંભાળશે

સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આજે સવારે 11 વાગ્યે શાસ્ત્રી ભવનની સી વિંગના રૂમ નંબર 501માં ચાર્જ સંભાળશે. જ્યોતિરાદિત્ય સિંધિયા સવારે 11:20 વાગ્યે સંચાર ભવનમાં સંચાર મંત્રાલયનો હવાલો સંભાળશે. કિરેન રિજિજુ મંગળવારે સવારે 10:30 કલાકે સંસદ ભવનના રૂમ નંબર 60માં તેમના મંત્રાલયનો કાર્યભાર સંભાળશે. આ સાથે મોદી સરકારના અન્ય ઘણા મંત્રીઓ પણ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.

આ પણ જુઓ: શિવરાજને કૃષિ, મનોહર લાલને અર્બન હાઉસિંગ… મોદી સરકાર 3.0માં કયું મંત્રાલય કોને મળ્યું? જુઓ સંપૂર્ણ યાદી

Back to top button