ટોપ ન્યૂઝનેશનલવિશેષ

‘મોદી’ ટિપ્પણી વિવાદ : શું ખરેખર નીરવ અને લલિત મોદી OBC સમાજમાં સ્થાન ધરાવે છે ?

હાલમાં જ સુરતની સેસન્સ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે. બે વર્ષની સજાને કારણે તેમની લોકસભાનું સભ્યપદ પણ સમાપ્ત થઈ ગયું છે. હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. એક તરફ કોંગ્રેસ રાહુલ ગાંધી પર થયેલ કાર્યવાહીને લોકશાહીની હત્યા ગણાવી રહી છે તો બીજી તરફ ભાજપનો દાવો કરે છે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની ટિપ્પણીથી સમગ્ર OBC સમાજનું અપમાન થયું છે.

આજે ‘મોદી’ અટક પરની ટિપ્પણી ચર્ચાનો વિષય બની ગયો છે. ‘મોદી’ અટક શા માટે છે? મોદી અટક કઈ જાતિમાં આવે છે? શું બધા મોદી OBCમાં આવે છે? OBCમાં મોદી ક્યાં આવે છે? મોદી અટક ધરાવતા લોકો ગુજરાત સિવાય ક્યાં રહે છે? રાહુલને જે ટિપ્પણી પર સજા કરવામાં આવી તેમાં કોનું નામ હતું અને તેઓ કઈ જાતિના છે? આવો જાણીએ.

મોદી અટક ચર્ચામાં છે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળેલી સજાને કારણે આ સમયે ‘મોદી’ અટક ચર્ચામાં છે. તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના કેસમાં 23 માર્ચે સુરતની સેસન્સ કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી. તેના બીજા જ દિવસે રાહુલની લોકસભાનું સભ્યપદ પણ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. હકીકતમાં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમાજનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર, દેશમાં- વિદેશમાં અને સંસદમાં જુઠ્ઠું બોલી રહ્યા છે

ચુકાદા પછી રાજકારણ ગરમાયું

રાહુલના લોકસભા સભ્યપદ ગયા બાદ કોંગ્રેસ આક્રમક બની છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. બીજીબાજુ રાહુલને દોષી ઠેરવવામાં આવ્યો ત્યારથી, ભાજપ તેને સતત OBCના અપમાન સાથે જોડી રહ્યું છે. બુધવારે પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે PM મોદીનું અપમાન કરવાના પ્રયાસમાં રાહુલ ગાંધીએ સમગ્ર OBC સમાજનું અપમાન કર્યું છે. આ પહેલીવાર નથી કે ગાંધી પરિવારે દલિત અથવા પછાત વર્ગના લોકોનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હોય. જ્યારે આદિવાસી સમાજની એક મહિલા રાષ્ટ્રપતિ બની ત્યારે કોંગ્રેસના સભ્યોએ ગાંધી પરિવારની સૂચના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પણ અપમાન કર્યું હતું. ભાજપનું કહેવું છે કે તે આ મામલે રાહુલ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરશે.

શું ‘મોદી’ અટક ધરાવતા તમામ લોકો OBC છે?

‘મોદી’ અટક ધરાવતા લોકો મુખ્યત્વે ગુજરાતમાં રહે છે, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં તેમની સંખ્યા ઓછી છે. ગુજરાતમાં ઘણા લોકો તેમના નામની આગળ ‘મોદી’ લગાવે છે. આ અટકનો ઉપયોગ હિંદુ, મુસ્લિમ અને પારસીઓ કરે છે. ‘મોદી’ અટક ધરાવતા લોકો વૈષ્ણવ (વેપારીઓ), ખારવાસ (પોરબંદરના માછીમારો) અને લોહાણા (વેપારીઓનો સમાજ) સમાજમાં જોવા મળે છે. તે બધા પછાત જાતિના નથી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના આ સાંસદો-ધારાસભ્યોની સભ્યતા પણ રદ થયેલ છે

પારસી, વૈષ્ણવ, લોહાણા વગેરે સમુદાયના લોકો મોદી અટકનો ઉપયોગ કરે છે, પરંતુ તેઓ પછાત વર્ગમાં આવતા નથી. આ અટક અગ્રવાલ સમુદાયમાંથી આવતા મારવાડીઓ દ્વારા પણ વપરાય છે. આને હરિયાણાના હિસારમાં અગ્રોહા કહેવામાં આવે છે. બાદમાં આ લોકો હરિયાણાના મહેન્દ્રગઢ અને રાજસ્થાનના ઝુંઝુનુ અને સીકર જેવા જિલ્લાઓમાં ફેલાઈ ગયા.

બીજીબાજુ, ‘મોદી’ અટકનો ઉપયોગ કરતી ઘણી પેટા જાતિઓ છે, જે પછાત વર્ગમાં આવે છે. હકીકતમાં, નોકરી અને શિક્ષણમાં અનામત માટે OBCની કેન્દ્રીય યાદીમાં ‘મોદી’ નામનો કોઈ સમાજ કે જાતિ નથી. જ્યારે ગુજરાતના 104 OBC સમાજની કેન્દ્રીય યાદીમાં ‘ઘાંચી (મુસ્લિમ), તેલી, મોઢ ઘાંચી (PM મોદી આ સમાજમાંથી આવે છે), તેલી-સાહુ, તેલી-રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંના કેટલાક સમાજો ‘મોદી’ અટકનો ઉપયોગ કરે છે. આ તમામ સમાજો પરંપરાગત રીતે તેલ નિષ્કર્ષણ અને વેપાર સાથે સંકળાયેલા છે. એ જ રીતે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં રહેતા આ સમાજના લોકો પણ સામાન્ય રીતે ગુપ્તા અને ‘મોદી’ અટકનો ઉપયોગ કરે છે.

OBCની કેન્દ્રીય યાદીમાં બિહારના 136 સમાજ પૈકી એક પણ ‘મોદી’ નથી. એ જ રીતે, કેન્દ્રીય OBC યાદીમાં રાજસ્થાનના 68 સમાજની યાદીમાં 51મી એન્ટ્રી તરીકે ‘તેલી’ છે, પરંતુ કોઈ સમાજ ‘મોદી’ તરીકે સૂચિબદ્ધ નથી. અહીં તેલી સમુદાયના કેટલાક લોકો ‘મોદી’ અટકનો પણ ઉપયોગ કરે છે.

ગુજરાતમાં OBCની યાદીમાં આ સમાજનો ક્યારે સમાવેશ કરવામાં આવ્યો?

OBC આરક્ષણના અમલીકરણ પછી 1993માં OBCની પ્રથમ કેન્દ્રીય યાદી જાહેર કરવામાં આવી હતી. 1999 માં, મુસ્લિમ ઘાંચી સમાજને અન્ય રાજ્યોના કેટલાક અન્ય સમાન સમાજો સાથે OBCની કેન્દ્રીય સૂચિમાં ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 2000ની નોટિફિકેશન દ્વારા, ગુજરાતના અન્ય સમાજો જેમ કે ‘તેલી’, ‘મોઢ ઘાંચી’, ‘તેલી સાહુ’, ‘તેલી રાઠોર’ને OBCની કેન્દ્રીય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

PMની જાતિને OBCમાં સમાવવાને લઈને શું છે વિવાદ?

PM મોદી મોઢ ઘાંચી સમાજમાંથી આવે છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ઘણી વખત આરોપ લગાવ્યો છે કે PM મોદી નકલી OBC છે. 2013માં જ્યારે PMમોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મોદી વૈશ્ય સમાજમાંથી આવે છે. જે સામાન્ય શ્રેણીમાં આવે છે. ઘાંચી જ્ઞાતિના ખૂબ સમૃદ્ધ હોવાને કારણે મોઢનું બિરુદ આપવામાં આવ્યું હતું. જેમ મોઢ બ્રાહ્મણ, મોઢ બનીયા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે PMમોદીના મુખ્યમંત્રી બન્યાના ચાર મહિના બાદ 1 જાન્યુઆરી 2002ના રોજ ‘મોઢ ઘાંચી’ જાતિને OBC યાદીમાં સામેલ કરવામાં આવી હતી. કોંગ્રેસની સાથે સાથે JDU નેતા લાલન સિંહ અને BSP સુપ્રિમો માયાવતીએ પણ અલગ-અલગ પ્રસંગોએ PM મોદીને નકલી OBC ગણાવ્યા છે.

આ પણ વાંચો : સાવરકર પર ટીપ્પણી રાહુલ ગાંધીને ભારે પડી શકે છે, જાણો સાવરકરના પૌત્રે શું કહ્યું

કોંગ્રેસના આક્ષેપોના જવાબમાં તત્કાલીન ગુજરાત સરકારના મંત્રી નીતિન પટેલે સત્તાવાર દસ્તાવેજો રજૂ કર્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઈ 1994ના રોજ મોઢ ઘાંચી સમાજને OBC શ્રેણીમાં સામેલ કર્યો હતો જેમાંથી PM મોદી આવે છે. આ વટહુકમમાં મોઢ ઘાંચીની સાથે કુલ 36 જ્ઞાતિઓને OBCમાં સમાવેશ કરવામાં આવી હતી. 36 જ્ઞાતિઓની યાદીમાં મોઢ ઘાંચી જ્ઞાતિનો ઉલ્લેખ 25 (B) નંબર પર કરવામાં આવ્યો હતો.

રાહુલે ટિપ્પણીમાં કોના નામ લીધા હતા અને તેઓ કઈ જાતિના હતા?

2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ ‘મોદી’ અટક વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી અટકવાળા બધા ચોર કેવી રીતે છે? આ દરમિયાન તેણે નીરવ મોદી, લલિત મોદી અને PM મોદીનો પણ ઉલ્લેખ કર્યો.

તમને જણાવી દઈએ કે રાહુલે જે ત્રણ નામોનો ઉલ્લેખ કર્યો છે તેમાં પૂર્વ IPL કમિશનર લલિત મોદી મારવાડી સમાજના છે. જ્યારે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી જૈન સમાજનો છે. જયારે PM મોદી પછાત જાતિના એટલે કે OBC છે.

Back to top button