મોદી કેબિનેટનો મોટો નિર્ણય: PM ઈ-બસ સેવાને મંજૂરી; 10,000 ઈલેક્ટ્રિક બસ ચલાવવાની યોજના


નવી દિલ્હી: મોદી કેબિનેટના નિર્ણય: કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. તેના પર રૂ. 57,613 કરોડનો ખર્ચ થશે. દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કારીગરો માટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. કેબિનેટે 13,000 કરોડ રૂપિયાની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે.
વિશ્વકર્મા યોજનાને મળી મંજૂરી
તેમણે કહ્યું કે આ સાથે કારીગરોને 5 ટકાના દરે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. વિશ્વકર્મા યોજનાથી 30 લાખ કારીગર પરિવારોને ફાયદો થશે. આ સિવાય કેબિનેટે 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે.
આ પણ વાંચો-રાજસ્થાનમાં ફરી અંજુ વાળી થઈ! 2 બાળકોની માતા પ્રેમી સાથે વિદેશ ભાગી, બુરખામાં પતિને મોકલી તસવીરો