ટ્રેન્ડિંગનેશનલમીડિયા

દેશભરના ખેડૂતને મોદી કેબિનેટે સાત મોટી ભેટ આપી, અશ્વિની વૈષ્ણવે કહ્યું- ‘આવક વધશે’

Text To Speech

નવી દિલ્હી- 2 સપ્ટેમ્બર :   કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કેબિનેટે સોમવારે ખેડૂતોના જીવનને સુધારવા અને તેમની આવક વધારવા માટે 7 મોટા નિર્ણયો લીધા છે.

અશ્વની વૈષ્ણવે કહ્યું, પહેલું ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે, તે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. 2817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર કરવામાં આવશે.

મોદી સરકારે ખેડૂતોને આ ભેટ આપી

– તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
– કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે.
– તેમણે કહ્યું કે, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથે એક કાર્યક્રમને મંજૂરી આપી છે.
– સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
– કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે રૂ. 860 કરોડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણીને મંજૂરી આપી.

આ પણ વાંચો : હેલીકૉપ્ટર ક્રેશ કે બીજું કઈક, આ કારણે ઈરાનના પૂર્વ પ્રમુખ રઈસીનું અવસાન થયું

Back to top button