Modi 3.0 :’NDA સરકાર પડી જશે’, PM મોદીના શપથ ગ્રહણ પહેલા મમતા બેનર્જીની મોટી ભવિષ્યવાણી
કોલકાતા, 08 જૂન ; નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે (9, જૂન) યોજાશે. જો કે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે, “બીજેપીના ઘણા નેતાઓ થોડા દિવસોમાં પાર્ટી છોડી શકે છે.” ભાજપના ઘણા નેતાઓ ખૂબ નારાજ અને નાખુશ છે. આ સરકાર લાંબો સમય નહીં ચાલે.
ટીએમસી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં
ટીએમસીના વડા મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. અમને શપથ ગ્રહણ સમારોહ માટે કોઈ આમંત્રણ મળ્યું નથી. દેશને પરિવર્તનની જરૂર છે, અમે રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જનાદેશ આવ્યા બાદ નરેન્દ્ર મોદી પીએમ ન બનવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આજે ઈન્ડિયા એલાયન્સે સરકાર બનાવવાનો દાવો કર્યો નથી, તેનો અર્થ એ નથી કે અમે ભવિષ્યમાં આવું નહીં કરીએ.
આ પણ વાંચો : મંગળ પર મળી આવેલો રહસ્યમય ખાડો, મિશન દરમિયાન માનવીઓ માટે આધાર બની શકે છે